ડીપ નેક ગ્રીન સાડીમાં ઉર્ફી જાવેદે લૂંટી મહેફિલ, પહેલા એરપોર્ટ પર બ્રા દેખાડીને ધમાલ મચાવેલી હતી

ડેનિમની અંદર બ્રા દેખાડીને રાતોરાત ફેમસ થનાર અભિનેત્રીએ એવી સાડી પહેરી કે ફેન્સ આંખો ફાડી ફાડીને જોતા રહી ગયા

કોઇએ વિચાર્યુ ન હતુ કે, બિગબોસ ઓટીટીથી પહેલા સપ્તાહે જ બહાર થનારી ઉર્ફી જાવેદ ઇન્ટરનેટ પર તહેલકો મચાવશે. ઉર્ફીની ગ્લેમરસ તસવીરો અને સિઝલિંગ લુક્સ સોશિયલ મીડિયા પર રોજ વાયરલ થઇ રહ્યો છે. ઉર્ફીની સ્ટાઇલ અને તેના કપડા ટોક ઓફ ધ ટાઉન બનેલા છે.

“બિગબોસ ઓટીટી”નો ભાગ રહેલી કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદ તેના ડ્રેસિંગ સેન્સને કારણે આ દિવસોમાં ચર્ચાનો વિષય બનેલી છે. ઉર્ફીની હાલમાં જ કેટલીક નવી તસવીરો સામે આવી છે, જેણે ઉર્ફીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ઉર્ફીએ હાલમાં જ તેની તસવીરો ખૂબસુરત ગ્રીન રોયલ સીક્વેંસ સાડીમાં શેર કરી છે. સાડીમાં ઉર્ફીનો લુક, તેની અદાઓ, તેનો અંદાજ કોઇ અપ્સરાથી કમ નથી લાગી રહ્યો. ઉર્ફી આ લુકમાં ઘણી જ ગ્લેમરસ અને હોટ લાગી રહી છે. સાડી સાથે ઉર્ફીએ ગ્રીન સિલ્ક બ્લાઉસ પહેર્યો છે.

ઉર્ફીએ તેના આ લુક સાથે હેવી ગ્રીન ચોકર સ્ટાઇલ નેકપીસ અને મેચિંગ ઇયરિંગ્સ કેરી કર્યા છે. ગ્રીન સાડી પર શિમરી ગ્રીન આઇશેડો અને લિપસ્ટિકમાં ઉર્ફીનો મેકઅપ તેના લુકને પરફેક્ટલી કોમ્પલિમેન્ટ કરી રહ્યો છે. ઉર્ફીએ વાળમાં બન બનાવેલો છે. ઉર્ફીએ તસવીરો શેર કરતાની સાથે એક ખાસ કેપ્શન પણ લખ્યુ છે.

ઉર્ફીએ જણાવ્યુ કે, સાડીના બ્લાઉસ તે પોતે ડિઝાઇન કરે છે. ઉર્ફીએ લખ્યુ કે, આ રોયલ ગ્રીન કલરથી મને પ્રેમ થઇ ગયો. તેમાં કોઇ સીક્રેટ નથી કે સાડી પહેરવી મને ઘણી પસંદ છે. હું પોતાના બ્લાઉસ જાતે ડિઝાઇન કરુ છુ અને કયારેક કયારેક સીવું પણ છું.

જણાવી દઇએ કે, ઉર્ફી આ પહેલા તેની બિકી તસવીરોને કારણે ચર્ચામાં આવી હતી. ચાહકોએ તે તસવીર પર પણ ખૂબ રિએક્શન આપ્યુ હતુ. ઉર્ફી બિકી તસવીરોમાં તેનું ટેટૂ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. તે તેની ગ્લેમરસ તસવીરો સાથે સાથે રીલ્સ અને વીડિયો પણ શેર કરે છે. પોતાની બોલ્ડ ઇમેજ માટે મશહૂર ઉર્ફી જાવેદ આ સિઝનની સૌથી હોટ કંટેસ્ટેંટ હતી. ઉર્ફીએ તેના કરિયરની શરૂઆત વર્ષ 2016માં ધારાવાહિક “બડે ભૈયા કી દુલ્હનિયા”થી કરી હતી.

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની ઉમર ફક્ત 24 વર્ષ છે અને ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ ધરાવે છે. તેણીને ‘મેરી દુર્ગા’ની આરતી,’ બડે ભૈયા કી દુલ્હનિયા’માં અવની, ‘બેપનાહ’માં બેલા અને’ પંચ બીટ સીઝન 2’માં મીરાનું પાત્ર ભજવીને વધુ ઓળખ મેળવી હતી.

Shah Jina