મનોરંજન

સુનીલ પાલે ઉડાવી ઉર્ફી જાવેદની ઇજ્જતની ધજ્જિયા, કહ્યુ, બેટા મહેનત કરો, અંગ પ્રદર્શન ન કરો, આપણે તેની પાસે જઈને…

ઉર્ફી જાવેદ તેના અતરંગી ફેશન સેંસને લઇને ઘણીવાર ચર્ચામાં બની રહે છે. તે અવાર નવાર તેના નવા ડ્રેસ સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે અને પછી સહેજ પણ ખચકાયા વગર કેમેરા સામે આવી તેને ફ્લોન્ટ કરે છે. આ જ કારણ છે કે તે હંમેશા ખબરોમાં છવાયેલી રહે છે. છેલ્લા દિવસોમાં ઉર્ફીના ડ્રેસિંગ સેંસને લઇને એક મહિલા તો ફતવો પણ જારી કરવા માગે છે. મહિલાની શિકાયત બાદ ઉર્ફીએ તેના પર પલટવાર શરૂ કરી દીધા હતા.

ત્યારે હવે આ મામલે કોમેડિયન સુનીલ પાલે તેમનું રિએક્શન આપ્યુ છે. કોમેડિયને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઉર્ફીના કપડા પર નિશાન સાધી રહ્યા છે. સુનીલ પાલ વીડિયોમાં કહે છે કે, યાર આ ઉર્ફી પાગલ થઇ ગઇ છે કે શું ? હું ઉર્ફીને ઘણા દિવસથી દેખી રહ્યો છું, મને લાગે છે કે તે ઇચ્છે છે કે તેની વાતો કોઇ બનાવે અને તે ચર્ચામાં આવે. ભલે તે ગેરકાનૂની કેમ ના હોય. ઓછા કપડા પહેરી પહેરી ઉર્ફી જાવેદ નામ રાખી દીધુ છે.

પવિત્ર મુસ્લિમ નામથી તે ખિલવાડ કરી રહી છે, તે મને પસંદ નથી. બધાએ મળીને તે બહેનને સમજાવવા જોઇએ. સુનીલ પાલ કહે છે કે સજા ના આપો, તેને સમજાવો કે મહેનત કરે, કામ કરે અને શીખે કે આ અંગ પ્રદર્શન કરી ચાર દિવસની સફળતા જ મળી શકે છે, મને લાગે છે તે તે ઇચ્છે છે કે તેની ચર્ચા થાય. કોમેડિયન એમ જ નથી વરસતા, તુ કામ કર પણ નાના કપડા પહેરવાનો રસ્તો ન અપનાવ.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

જણાવી દઇએ કે, ઉર્ફી જાવેદ કંઇ ચુપ બેસી રે એમાંની નથી. કોમેડિયનના આ હુમલાનો જવાબ તે બોલ્ડ રીતે આપશે. ઉર્ફી જાવેદ પર કોમેડિયન પાલ પહેલા અનુપમા ફેમ એક્ટર સુધાંશુ પાંડેએ પણ નિશાન સાધ્યુ હતુ. સુનીલ પાલે તો ત્યાં સુધી કહી દીધુ કે ઉર્ફી ન્યુઝમાં રહેવા માટે ન્યુ ડ થાય છે. તે કહે છે કે તેણે ખોટી રીતે આ પ્રોફેશનમાં એન્ટ્રી લીધી છે. અંતમાં સુનીલ પાલે કહ્યુ કે, ભાઇ હોવાને નાતે હું કહીશ કે ઉર્ફી બહેન રસ્તા પર નીકળે તો કપડા તો પહેર..