ઉર્ફી જાવેદે ફેશન મામલે છેડી નવી જંગ, ચાહકો બોલ્યા-‘છોકરીઓની રણવીર સિંહ’, જુઓ તસવીર

એરપોર્ટ પર ટોપની બહાર બ્રા દેખાડી ફેમસ થનાર ઉર્ફી જાવેદે કર્યો નવો ધડાકો- જુઓ PHOTOS

અભિનેત્રી અને ‘બિગબોસ’ ફેમ ઉર્ફી જાવેદનો નશો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર ચાલી રહ્યો છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઘણીવાર તે પોતાની એવી તસવીરો શેર કરે છે જેને જોઈને યૂઝર્સ ગુસ્સે થઈ જતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

સોશિયલ મીડિયા પર લોકો તેના દેખાવને પ્રેમ કરે કે નફરત પરંતુ તેને અવગણી શકતા નથી. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે જે હવે જોરદાર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં અભિનેત્રીએ ખુલ્લું કોર્સેટ અને દુપટ્ટો કેરી કર્યો છે જેમાં અભિનેત્રી બોલ્ડ અને ગ્લેમરસ દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Urfi Javed (@urrfi_96)

તસવીરોમાં અભિનેત્રી પોતાની મિડ્રિફ ફ્લોન્ટ કરી રહી છે. ઉર્ફી જાવેદે શેર કરેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે તે રેડ અને ઓરેન્જ કલરના ડ્રેસમાં નજર આવી રહી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે સાથે જ લુક પણ હંમેશાની જેમ તેના પર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

ઉર્ફીએ ત્રણ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું- ‘તમારી પાંખો પહેલેથી જ છે, તમારે બસ ઉડવું પડશે!’ તસવીરમાં અભિનેત્રીના વાળ અને મેક-અપ ખૂબ સરસ લાગી રહ્યા છે. આ ઉપરાંત તેણે પહેરેલી ઈયરિંગ્સ પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. ઉર્ફીના આ નવા ફોટોશૂટ પર લોકોએ કોમેન્ટ સેક્શન ભરી દીધું હતું. કોઈ તેની હોટનેસના વખાણ કરી રહ્યું હતું તો ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

ટ્રોલ કરતી વખતે એક યુઝરે લખ્યું કે આ દોરડું કેમ બાંધ્યું છે? તેમજ બીજાએ તો ત્યાં સુધી કહ્યું કે આ બિકી પહેરતી જ નથી. એક યુઝરે તેના કેપ્શન પર કટાક્ષ કર્યો અને લખ્યું કે, ‘તમારી પાંખો ન ખુલવી જોઈએ.’ તો અન્ય એક યુઝરે કોમેન્ટ કરી કે,’છોકરીઓનો રણવીર સિંહ.’ તો ઘણા લોકો તેના લુકથી પ્રભાવિત પણ થયા હતા. એક યુઝરે લખ્યું કે, ‘ગ્લેમરસ હોટ લુક. ઘણા યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

જો કે આ પહેલીવાર નથી જ્યારે ઉર્ફીને આવી કોમેન્ટનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા પણ ઉર્ફી તેની તસવીરો માટે ટ્રોલ થઈ ચુકી છે. પહેલા તો તેને જેકેટની નીચે પોતાની બિકી ફ્લોન્ટ કરવા બદલ ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું હતું.જ્યારે ઉર્ફીએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેને તેની પરવા નથી. અભિનેત્રીએ કહ્યું હતું કે તેને તેના લુક સાથે કંઈક નવું ટ્રાય કરવાનું પસંદ છે અને લોકો શું કહે છે તેની પરવા નથી કરતી.

Patel Meet