Urfi Javed Unique Outfits: ટીવી એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા સેંસેશન ઉર્ફી જાવેદ તેની અદભુત સ્ટાઈલ અને કલરફુલ આઉટફિટ્સના કારણે હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રી લગભગ દરેક સામગ્રીમાંથી પોતાના માટે ડ્રેસ બનાવે છે. સાયકલની ચેનથી લઈને સેફ્ટી પિન અને કાચના ટુકડા સુધી, તેમજ ભૂતકાળમાં ટામેટાંથી પણ અભિનેત્રી પોતાના માટે ડ્રેસ બનાવી ચૂકી છે, ઉર્ફીએ એવી વસ્તુઓથી ડ્રેસ બનાવ્યો છે, જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. અભિનેત્રી હંમેશા તેના આઉટફિટ સાથે પ્રયોગ કરતી જોવા મળે છે.
ઉર્ફીનો નવો લુક આવ્યો સામે
ઉર્ફી જાવેદ પણ તેની અનોખી ફેશન સેન્સના કારણે ટ્રોલર્સના નિશાના હેઠળ પણ આવે છે. હવે તાજેતરમાં જ એક્ટ્રેસનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ તે હંમેશની જેમ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. આ દિવસોમાં સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી બાર્બીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. બાર્બીની જેમ ડ્રેસિંગ કરવાનો ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. આ ટ્રેન્ડને પગલે ઉર્ફી જાવેદ પણ બાર્બી લુકમાં જોવા મળી છે. ઉર્ફી જાવેદે પિંક કલરનો હાર્ટ શેપનો ડ્રેસ પહેર્યો છે.
પિંક હાર્ટ શેપ ડ્રેસ અને પિંક વાળમાં દેખાઇ ઉર્ફી
માત્ર ડ્રેસ જ નહીં પરંતુ ઉર્ફીના વાળ પણ ગુલાબી છે. તેણે ગુલાબી બનમાં અને ગુલાબી રંગના સેન્ડલમાં પોતાનો લુક પૂરો કર્યો છે. અભિનેત્રીનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો હતો. જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ લોકો વિવિધ રીતે કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. ઉર્ફી જાવેદના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ‘ઘરેથી હાસ્યાસ્પદ રીતે આવો અને પેપરાજી ફોટો પાડે પછી ઘરે પાછા જાઓ, દીદી…બીજું કોઈ કામ નથી. ખરાબ લાગે છે વિચિત્ર.’
લોકો ઉાડાવી રહ્યા છે મજાક
ઉર્ફી જાવેદના આ વીડિયો પર જ્યાં કેટલાક લોકો એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “અબ ઉર્ફી કો ઉડ જાના ચાહિયે, પંખ તો લગા લિયે હૈ.” અન્ય એક યુઝરે લખ્યું, “એક દિલ આપ કે લિયે બનતા હૈ.” ઉર્ફીના વીડિયો પર કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું, “તમે એનાબેલ દેખાઇ રહ્યા છો બાર્બી કરતા વધારે.”
વર્કફ્રન્ટ અને કરિયર
જણાવી દઈએ કે અભિનેત્રી ઉર્ફી જાવેદે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. આ પછી તેણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. હવે ઉર્ફી તેની ફેશન સેન્સના કારણે ઘણી હેડલાઇન્સ મેળવે છે. તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ જલ્દી જ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જો અહેવાલોનું માનીએ તો, ઉર્ફી એકતા કપૂરની લવ સેક્સ ઔર ધોખા 2થી બોલિવૂડમાં પ્રવેશ કરશે.
View this post on Instagram