કસીનો પહોંચી ઉર્ફી જાવેદે પૈસા કમાવા માટે કર્યું આ કામ, વાયરલ થઇ રહ્યો છે આવો વીડિયો

ઉર્ફી જાવેદ તેના બોલ્ડ અને બિન્દાસ અંદાજ માટે છવાયેલી રહેતી હોય છે. અવાર નવાર અભિનેત્રી એકથી એક જોરદાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તેવામાં ફરી એક વખત ઉર્ફી જાવેદનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી તેના મિત્રો સાથે કસીનોમાં મસ્તીમાં ડૂબેલી દેખાઈ રહી છે. ઉર્ફીએ આ વીડિયો તેને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફી અત્યારે ગોવામાં તેના મિત્રો સાથે વેકેશન એન્જોય કરીને પાછી આવી છે પરંતુ આ વેકેશનની તસવીરો અને વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યા છે. ઉર્ફી હજુ સુધુ પણ પુરી રીતે આ વેકેશનમાં ખોવાયેલી છે અને અવાર નવાર ત્યાંના વીડિયો અને તસવીરો ચાહકો સાથે શેર કરતી રહેતી હોય છે. આ વખતે ઉર્ફીએ કસીનોમાં તેના મિત્રો સાથે રાશી વ્હીલ અને કાર્ડ પોકર જેવા કસીનોમાં ગેમ્સ રમતા વીડિયો શેર કર્યો હતો. જણાવી દઈએ કે આ ગેમ્સમાં પૈસાનો મોટો દાવ લગાવવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

વીડિયોમાં ઉર્ફી પુરી રીતે મસ્તીમાં ડૂબેલી દેખાઈ રહી છે. તેની સાથે જ અભિનેત્રીનો બોલ્ડ અંદાજના પણ ખુબ જ વખાણ થઇ રહ્યા છે. ઉર્ફી કાળા કલરના સ્ટ્રેપી ડ્રેસમાં ખુબ જ હોટ લાગી રહી હતી. આ દરમ્યાન અભિનેત્રીએ તેના ઘણા નાના-નાના વિડીયોને મર્જ કરીને વીડિયો ક્રિએટ કર્યો હતો. ઉર્ફીએ તેના લુકને હાઈ હિલ્સ અને નાઈટ મેકઅપની સાથે કમ્પ્લીટ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

થોડા દિવસ પહેલા જ ઉર્ફી જાવેદને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમ્યાન અભિનેત્રીએ વાદળી કલરની પ્રિટેન્ડ સાડીમાં ખુબ જ ગોર્જીયસ દેખાઈ રહી હતી. હંમેશાની જેમ આ દરમ્યાન પણ ઉર્ફી જાવેદના લુક પર દરેક લોકોને નજર હટાવી મુશ્કેલ થઇ ગઈ હતી. આમતો અભિનેત્રી આ દરમ્યાન સુંદર સાડીમાં દેખાઈ હતી પરંતુ તેને સાડીના બ્લાઉસથી લુકમાં બોલ્ડનેસનો તડકો લગાવી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ પોતાની ફેશન સેન્સના કારણે સોશિયલ મીડિયા પર એક અલગ જ સેન્સેશન બની ગઈ છે. અભિનેત્રીની દરેક તસવીર અને વીડિયોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. અને જેવી જ ઉર્ફી તેના લેટેસ્ટ લુકને ચાહકો સાથે શેર કરે છે તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

Patel Meet