હિન્દુસ્તાની ભાઉએ ઉર્ફી જાવેદને કહ્યું, “સુધરી જા નહિ તો હું સુધારી દઈશ”, ભડકેલી ઉર્ફીએ આપ્યો એવો જવાબ કે…

બિગ બોસ ઓટિટિમાંથી બહાર આવ્યા બાદ પોતાના કપડાંને લઈને સતત ચર્ચામાં રહેનારી ઉર્ફી જાવેદ હંમેશા એવા અતરંગી કપડામાં સ્પોટ થતી હોય છે કે તેની તસવીરો અને વીડિયો સતત વાયરલ થતા હોય છે અને ચર્ચામાં પણ આવી જતા હોય છે, ત્યારે ઘણા લોકો ઉર્ફીને આ બાબતે ટ્રોલ પણ કરતા હોય છે, પરંતુ ઉર્ફી જાવેદને આ બધાથી કોઈ ફર્ક પડતો નથી અને તે બિન્દાસ પોતાની અવનવી ફેશન સ્ટાઇલને અનુસરતી હોય છે.

ત્યારે હવે ઉર્ફી જાવેદની આ હરકતોને લઈને પોતાની વાતને હંમેશા ખુલીને કહેનાર અને ભૂતપૂર્વ બિગબોસ કન્ટેસ્ટન્ટ હિન્દુસ્તાની ભાઉએ પણ ઉર્ફીના કપડાંને લઈને તેને લતાડી છે. હિન્દુસ્તાની ભાઉએ એક વીડિયો જાહેર કર્યો છે. આમાં ભાઉ ઉર્ફી જાવેદને કહી રહ્યા છે કે તું આ કપડાં પહેરીને બહાર ફરે છે, તેની બહુ જ ખરાબ અસર બહાર પડી રહી છે. તું આ બધું બંધ કરી દે નહિ તો હું તને ઠીક કરી નાખીશ.”

ઉર્ફીએ પોતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ સાથે તેણે હિન્દુસ્તાની ભાઉને ‘ડબલ ફેસ્ડ’ પણ કહ્યો હતો. ઉર્ફીએ કહ્યું કે હિન્દુસ્તાની ભાઉની ટીમે અગાઉ તેમને એક કેસમાં મદદની ઓફર કરી હતી. પરંતુ ઉર્ફીએ તેની મદદ નકારી કાઢ્યા પછી તે અભિનેત્રીની પાછળ પડી ગયો છે.

ઉર્ફી જાવેદે આ વીડિયો શેર કરતા હિન્દુસ્તાની ભાઉ પર નિશાન સાધ્યું છે. અભિનેત્રીએ એક લાંબી નોટ લખી, જેમાં લખ્યું છે કે, ‘ઓહ, તમે દુરુપયોગ કરો છો, તે ભારતનો રિવાજ છે. તમારા દુર્વ્યવહારથી કેટલા લોકો સુધર્યા છે… હવે તમે મને ખુલ્લેઆમ ધમકીઓ આપો છો. શું તમે જાણો છો કે હું તમને જેલની હવા ખવડાવી શકું છું. પરંતુ એક મિનિટ, તમે ત્યાં ઘણી વખત આવ્યા છો. કેટલો સારો મેસેજ છે યુવાનો માટે. જેલમાં જવું, પોતાનાથી અડધી ઉંમરની છોકરીઓને ધમકી આપવી.

ઉર્ફીએ આગળ લખ્યું કે હિન્દુસ્તાની ભાઉ તેને પ્રમોટ કરાવવા માંગતા હતા. પરંતુ આ માટે અભિનેત્રીએ ના પાડી દીધી હતી. ઉર્ફીએ કહ્યું કે તે દરમિયાન પણ તેણે આવા જ કપડાં પહેર્યા હતા. ઉર્ફીએ તેની એક ઇન્સ્ટા સ્ટોરી પર એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાથી તેના માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી છે. તેણે કહ્યું કે તે ડરતી નથી પરંતુ તેની સુરક્ષા અંગે ચિંતિત છે. આ ઉપરાંત તેણે કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. આ વાંચીને ખબર પડી કે તે કોઈની સાથે વાત કરી રહી હતી અને સામેથી તેને કહેવામાં આવી રહ્યું હતું કે હિન્દુસ્તાની ભાઉ તેની સાથે કામ કરવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Niraj Patel