આ શું થઇ ગયુ ? ઉર્ફી જાવેદનો સૂજી ગયો પૂરો ચહેરો, જણાવ્યુ કેમ દર બીજા દિવસે થાય છે આટલો ખરાબ હાલ
ટીવી એક્ટ્રેસ અને ‘બિગ બોસ ઓટીટી સીઝન 1’ની કંટેસ્ટેંટ ઉર્ફી જાવેદની સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે, જેને કારણે તે ખૂબ જ ચર્ચામાં છે. આ તસવીરોમાં તેનો ચહેરો સંપૂર્ણપણે સૂજી ગયેલો દેખાય છે. તેની હાલત જોઈને ચાહકો ગભરાઈ ગયા છે.
અભિનેત્રીએ જણાવ્યું કે દર બીજા દિવસે તેનો ચહેરો આવી જ હાલતમાં જોવા મળે છે. તેણે આ પાછળનું કારણ પણ જાહેર કર્યું. ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતી વખતે ઉર્ફી જાવેદે કેપ્શનમાં લખ્યું, ‘મને મારા ચહેરા વિશે એટલી બધી ટિપ્પણીઓ મળી રહી છે કે મેં મારા ફિલર્સનો ખૂબ ઉપયોગ કર્યો છે! મને ગંભીર એલર્જી છે.
મારા ચહેરો મોટાભાગે સૂજેલો રહે છે. હું દર બીજા દિવસે આ રીતે ઉઠુ છું અને મારો ચહેરો હંમેશા સૂજેલો રહે છે. હું ખૂબ જ અસ્વસ્થતા અનુભવું છું. તે ફિલર નથી, મિત્રો, એલર્જી છે. ઉર્ફીએ આગળ કહ્યુ કે- તે ઇમ્યુનોથેરેપી ચાલુ છે,
પણ જો તમે આગળની વખત મને સૂજેલા ચહેરા સાથે જુઓ તો એટલું જાણી લો કે હું એ ખરાબ એનર્જીવાળા દિવસોમાંથી ગુજરી રહીછું, જો તમને મારો ચહેરો સૂજેલો દેખાય તો મને વધુ ફિલર્સ ના લેવાની સલાહ ના આપતા બસ. ફક્ત સહાનુભૂતિ રાખો અને આગળ વધો.