ફરી એકવાર હાસ્યાસ્પદ આઉટફિટ પહેરી હાથમાં વડાપાઉં સાથે રસ્તા પર ફરતી જોવા મળી ઉર્ફી જાવેદ, વીડિયો જોઇ ચકરાઇ ગયુ લોકોનું માથુ

બોલીવુડ અને ટીવી સેલેબ્સ મુંબઈના અલગ-અલગ વિસ્તારોમાં અવાર નવાર સ્પોટ થતા હોય છે. પરંતુ ઉર્ફી જાવેદ એક એવી હિરોઈન છે, જે મુંબઈની ગલીઓમાં દરરોજ જોવા મળે છે. આટલું જ નહીં તે જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે તે તેના વિચિત્ર કપડાંને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેના બોલ્ડ કપડાના કારણે તે સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ પણ થાય છે. બિગબોસ ઓટીટીથી ઉર્ફી જાવેદ સ્ટાર બની ગઇ છે. ઉર્ફી જાવેદ રિયાલિટી શોથી તેની ફેશન સેન્સ માટે સતત ચર્ચામાં છે. હવે સ્થિતિ એ છે કે ઉર્ફી જાવેદ જ્યાં જાય છે, ત્યાં પેપરાજી તેને અનુસરે છે. ઉર્ફી જાવેદ હવે તેની સ્ટાઈલ અને તેની ફેવરિટ ડિશને લઈને ચર્ચામાં આવી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by instafeed India (@instafeed24x7)

તાજેતરમાં જ ઉર્ફી જાવેદ મુંબઈના રસ્તાઓ પર ખૂબ જ બોલ્ડ અને આશ્ચર્યજનક લુકમાં જોવા મળી હતી. જ્યાં ઘણા ચાહકો તેના લુકના વખાણ કરી રહ્યા છે, ત્યારે ઘણા લોકોએ તેને એકવાર ફરી ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઉર્ફી જાવેદની આ અજીબોગરીબ સ્ટાઈલ જોઈને લોકોએ માથુ પકડી લીધુ હતુ. આ તસવીરો જોયા બાદ લોકો તેને યોગ્ય કપડા પહેરવાની સલાહ આપી રહ્યા છે. આ દરમિયાન ઉર્ફી જાવેદ ગ્રીન કલરની બ્રામાં જોવા મળી રહી છે, તે ખૂબ જ બોલ્ડ અને આકર્ષક લાગી રહી છે. ઉર્ફીએ બ્રા સાથે બ્રાઉન કલરનું પેન્ટ પહેર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by VV CLIP (@vvclip)

અભિનેત્રીએ કપાળ પર બન બનાવીને અલગ સ્ટાઈલમાં વાળને કેરી કર્યા છે. ઉર્ફી જાવેદ ઘણીવાર ટ્રોલર્સના નિશાના પર રહે છે. આ વખતે પણ ઘણા લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉર્ફી રસ્તાના કિનારે ઊભી રહીને સમાચાર પત્રમાં રહેલી વસ્તુની મજા લેતી જોવા મળે છે. વીડિયોમાં ઉર્ફી જાવેદ તેના એક સાથી સાથે જોવા મળે છે. અભિનેત્રી તેના પાર્ટનર પાસેથી અખબારમાં લપેટેલો વડાપાવ લઈ રહી છે, ઉર્ફે જાવેદ પણ રસ્તાના કિનારે વડાપાવની મજા લેતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉર્ફી જાવેદની આ સ્ટાઈલને જોયા બાદ એવું માની શકાય છે કે અભિનેત્રીને સ્ટાઈલ કરતાં ખાવાનું વધુ પસંદ છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેના પર અભદ્ર ટિપ્પણીઓ શરૂ કરી દીધી હતી. એકે કોમેન્ટ કરતાં લખ્યું- અરે આ પાગલને કોઈ પાગલખાનામાં લઈ જાઓ. ઉર્ફી જાવેદને અજીબોગરીબ કપડામાં જોઈને એકે કમેન્ટ કરી – કેટલી ગંદી મહિલા છે, તેને શરમ નથી આવતી. બીજાએ લખ્યું- કપડા ક્યાં છે ત્યાં જ અન્ય એકે લખ્યું- આ શું દુષ્ટ છે. એકે કહ્યું – આખરે તારે શું સાબિત કરવું છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

એકે લખ્યું- આ દિવસોમાં ઈનસાઈડ વેર માર્કેટમાં ઘણું વેચાઈ રહ્યું છે પરંતુ શું તમે ટોપ પહેરવાનું ભૂલી ગયા છો. એકે પ્રશ્ન પૂછ્યો કે તે ક્યાં જાય છે, શું કામ કરે છે, મારે જાણવું છે. એકે લખ્યું – તે શા માટે તેનું શરીર બતાવવા માંગે છે. તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદની ઉંમર માત્ર 25 વર્ષની છે. તે ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે કરણ જોહરના રિયાલિટી શો બિગ બોસ ઓટીટીમાં ભાગ લીધો.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

જો કે, બિગબોસના ઘરમાં ઉર્ફીની સફર લાંબો સમય ન ચાલી અને તે ટૂંક સમયમાં જ બેઘર થઈ ગઈ. ઉર્ફી જાવેદના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ સિરિયલ બડે ભૈયા કી દુલ્હનિયાથી ડેબ્યુ કર્યુ હતુ. ઉર્ફીએ આ પછી ઘણી સીરિયલો અને શોમાં કામ કર્યું પરંતુ અભિનેત્રીને સૌથી વધુ લોકપ્રિયતા કરણ જોહરના રિયાલિટી શો બિગબોસ ઓટીટીથી મળી.

Shah Jina