ટૂંકા ટૂંકા કપડાં પહેરીને બોલ્ડ ફિગર દેખાડનારી ઉર્ફી જાવેદ સાથે થઇ ગયું ખરાબ કામ, કોઈને કહી પણ શકે એમ નથી અભિનેત્રી

ઉર્ફી જાવેદ સાથે થઇ ગયો ખેલ, ધ્રુસકે ધ્રુસકે રડી, જાણો શું છે મામલો

ઉર્ફી જાવેદ આજે એક એવું નામ બની ગઈ છે કે તેને કોઈ ઓળખની જરૂર નથી રહી. બિગબોસ ઓટિટિમાંથી બહાર આવ્યા બાદ તે હંમેશા ચર્ચામાં રહે છે, અને તેનું ચર્ચામાં રહેવાનું કારણ તેના અતરંગી આઉટફિટ છે. તે ઘરની બહાર એવા એવા કપડાં પહેરીને નીકળે છે કે તે ચર્ચાનો વિષય બની જાય છે. ઘણીવાર ઉર્ફી આ કપડાના કારણે જ ટ્રોલિંગનો શિકાર પણ થતી હોય છે, પરંતુ હાલ ઉર્ફી તેની સાથેની છેતરપિંડીને લઈને ચર્ચામાં આવી છે.

ઉર્ફી જાવેદે જ હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે કેવી રીતે ઠગીનો શિકાર બની હતી. તેના જ એક સ્ટાફ મેમ્બરે તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા અને પાછા પણ નથી આપ્યા. જો કે ઉર્ફી આના માટે પોતાને જ જવાબદાર માને છે. ઉર્ફીનું કહેવું છે કે આ તેની ભૂલ છે કે તેણે એ વ્યક્તિ પર આટલો બધો ભરોસો કર્યો. ઉર્ફીએ તે વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં પણ ફરિયાદ દાખલ નથી કરી, કારણ કે તે એ વ્યક્તિની સૌથી નજીક હતી.

એક મીડિયા સાથે વાત કરતા ઉર્ફીએ જણાવ્યું કે મારા સ્ટાફ મેમ્બરે જ મારી પાસેથી લાખો રૂપિયા લઇ લીધા હતા અને મને પરત કર્યા નહોતા. મને દગો આપ્યો. એક સમય એવો હતો જયારે તે મારી સૌથી નજીક હતા. જેના કારણે મેં તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવાનું યોગ્ય ના સમજ્યું. આ ઉપરાંત ઉર્ફી જાવેદે પોતાના કામકાજને લઈને પણ ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. તેને ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by urfi javed (@urfi_javed_offical)

તમને જણાવી દઈએ કે ઉર્ફી તેના કપડાને લઈને હંમેશા ચર્ચાનો વિષય રહેતી હોય છે, તેને લોકો તેના અતરંગી પહેરવેશનાં કારણે હંમેશા ટ્રોલ પણ કરતા હોય છે, છતાં પણ ઉર્ફીને આ બધી બાબતોને કોઈ અસર નથી. તે ઘણીવાર ટ્રોલર્સને જડબાતોડ જવાબ પણ આપી દેતી હોય છે. ઉર્ફી જણાવે છે કે જયારે છોકરીઓ મારી પાસે આવે છે અને કહે છે કે હું તેમને ઇન્સ્પાયર કરું છું તો તેમની આ વાત સાંભળીને મને અંદરથી હિંમત મળે છે. હું પોતાની જાતને વધુ સારી અનુભવું છું.

Niraj Patel