મનોરંજન

પેપર ફોઇલથી બનેલ બ્રા અને શોર્ટ સ્કર્ટ પર બ્લેઝર પહેરી ઘરેથી નીકળી પડી ઉર્ફી જાવેદ, યુઝર્સ બોલ્યા કોઇ આને ઝૂમાં નાખો રે…

ઉર્ફી જાવેદ એ કલાકારમાંની એક છે જેને દર્શકો સારી કહે કે ખરાબ પરંતુ તેને ઇગ્નોર તો નથી કરી શકાતી. ઉર્ફી હંમેશા કોઇના કોઇ કારણે ચર્ચામાં રહે છે. તેની ફેશન સેંસને જોઇ બધા હેરાન રહી જાય છે. ઘણીવાર તે એવા ગજબના ડ્રેસ કેરી કરે છે કે લોકોનું માથુ ચકરાઇ જાય છે. ઉર્ફીના નવા લુક્સની ચાહકો આતુરતાથી રાહ જુએ છે. ઉર્ફી અવાર નવાર તેના ડ્રેસ પર એક્સપરીમેન્ટ કરતી રહે છે. લગભગ રોજ ઉર્ફીનો નવો લુક સામે આવે છે. સોશિયલ મીડિયા સેંસેશન ઉર્ફી જાવેદ તેના બિન્દાસ અંદાજ અને દિલકશ અદાઓ માટે દૂર દૂર સુધી ઓળખવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Nevanta (@nevantamedia)

ઉર્ફી હંમેશા તેના ચાહકોને તેના લુકથી સરપ્રાઇઝ કરતી રહે છે. પ્લાસ્ટિકથી લઇને સેફ્ટી પીન અને ફૂલ સુધી ઉર્ફી જાવેદ કોઇ પણ વસ્તુથી તેનો ડ્રેસ બનાવતી રહે છે. કહેવું પડશે કે ઉર્ફી જાવેદ ખૂબ જ ક્રિએટિવ છે. ઉર્ફી જાવેદનું માનવું છે કે તે આ દુનિયાની દરેક વસ્તુમાંથી પોતાનો ડ્રેસ બનાવી શકે છે. અભિનેત્રી પણ દરેક ડ્રેસમાં પાયમાલ કરતી જોવા મળે છે, પરંતુ આ વખતે ઉર્ફી જાવેદે જે ડ્રેસ બનાવ્યો છે તેના વિશે લોકો ભાગ્યે જ કલ્પના કરી શકશે. આપણે ફોઇલપેપર કયા ઉપયોગ માટે લાવીએ છીએ ?

 

View this post on Instagram

 

A post shared by (@bollywood_garmis)

ફૂડ પેકિંગ માટે કે કોઇક વસ્તુ લપેટવા માટે, બરાબરને ? પરંતુ ઉર્ફી જાવેદે તેનો ઉપયોગ ડ્રેસ બનાવવા માટે કર્યો છે. ઉર્ફી જાવેદે ફોઈલ પેપરથી પોતાનો ડ્રેસ તૈયાર કર્યો છે. તેણે ફોઇલ પેપરથી બ્રા અને મીની સ્કર્ટ બનાવી છે. આ ફેશનને એક અલગ લુક આપતા, ઉર્ફી જાવેદે પર્પલ કલરનો ઓવરસાઈઝ કોટ પહેર્યો છે. આ સાથે સિલ્વર હીલ્સ અને વાળને પોનીટેલમાં કેરી કર્યા હતા. મેકઅપ અને પર્પલ નેલપેઈન્ટથી ઉર્ફીએ તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

ઉર્ફી જાવેદ મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. ઉર્ફી જાવેદે પેપરાજીઓને છત્રી, રેઈનકોટ અને મીઠાઈ પણ આપી હકી. મુંબઈમાં વરસાદની મોસમ છે, આવી સ્થિતિમાં પેપરાજીની કાળજી લેતા ઉર્ફીએ તેમને આ ભેટ આપી હતી. ઉર્ફી જાવેદ ઘણીવાર પેપરાજી સાથે ખુલીને વાત કરતી જોવા મળે છે. આ દરમિયાનના ઉર્ફી જાવેદના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. તેમાંથી અભિનેત્રીનો એક વીડિયો સૌથી વધુ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ વિડિયોમાં ઉર્ફી જાવેદને જોયા બાદ કેટલાક છોકરાઓ એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે આ વીડિયો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. જણાવી દઇએ કે, ઉર્ફી જાવેદની ઉંમર માત્ર 25 વર્ષની છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, ચાહકો પણ દરરોજ ઉર્ફીના લેટેસ્ટ એક્સપેરિમેન્ટ્સની આતુરતાથી રાહ જુએ છે. ઉર્ફીનો દરેક પોઝ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની જાય છે.