મનોરંજન

દુબઇમાં આ ગંભીર બીમારીની ચપેટમાં આવી ઉર્ફી જાવેદ, હોસ્પિટલના બેડ પરથી શેર કર્યો વીડિયો, ઓળખવી થઇ મુશ્કેલ

ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા ક્વીન છે. તે ઘણીવાર તેના અતરંગી કપડામાં તસવીરો શેર કરતી રહે છે. જેના માટે તેને ઘણીવાર ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે, પણ આ બધાની અસર ઉર્ફી પર કંઇ ખાસ થતી નથી. તે તેના અજીબો ગરીબ ફેશનમાં ચાહકોને હેરાન કરતી રહે છે. ત્યારે લાગે છે કે ઉર્ફી જાવેદને કોઇની નજર લાગી ગઇ છે. પોતાની સેખ્સી અને બોલ્ડ અદાઓથી ચાહકોના દિલને ઘાયલ કરનારી ઉર્ફી જાવેદને લઇને એક ચોંકાવનારી ખબર સામે આવી છે. ઉર્ફી એક ગંભીર બીમારીની ચપેટમાં આવી છે. તેણે ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો,

જેમાં તે જણાવી રહી હતી કે તેને Laryngitis થયુ છે, જે એક પ્રકારે વોઇસ બોક્સ ઇન્ફેક્શન છે. સામે આવેલા વીડિયોમાં ઉર્ફીને ઓળખવી પણ મુશ્કેલ થઇ રહી છે. તેની આંખોના નીચે કાળા ધબ્બા દેખાઇ રહ્યા છે અને ચહેરા પર પણ થોડી ઉદાસી જોવા મળી રહી છે. ઉર્ફી આ દિવસોમાં દુબઇમાં છે અને ત્યાં જ તે બીમાર પડી છે. જેને કારણે તેને એક હોસ્પિટલમાં દાખલ થવું પડ્યુ હતુ. વીડિયોમાં જોઇ શકાય છે કે ઉર્ફી વાત કરી રહી છે અને આ વચ્ચે ડોક્ટરે તેને વાત કરવાની ના કહી રહ્યા છે. ડોક્ટરની વાત સાંભળી ઉર્ફી તેના મોં પર હાથ રાખી લે છે.

જણાવી દઈએ કે ઉર્ફીને જે બીમારી થઈ છે તેના કારણે વોઈસ બોક્સમાં સોજો આવી જાય છે, જેના કારણે અવાજ કર્કશ થઈ જાય છે. લોકોના મનમાં આ બીમારીનું નામ સાંભળી એવો સવાલ આવ્યો હશે કે આ રોગ કયા કારણે થઈ શકે છે અને તે કેટલો ખતરનાક છે. તો આવો જાણીએ. મેયો ક્લિનિકના રિપોર્ટ મુજબ, આની સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણા ગળાના વોઇસ બોક્સ (લેરીન્ક્સ)માં વધુ પડતી વાતચીત, બળતરા અથવા કોઈપણ ચેપને કારણે સોજો આવે છે.

આ અંગ તમારા ગળાના ઉપરના ભાગમાં હોય છે. વોઈસ બોક્સમાં સોજો આવવાને કારણે લોકોનો અવાજ યોગ્ય રીતે બહાર આવતો નથી અને કર્કશ આવે છે. ક્યારેક આના કારણે અવાજ એટલો બગડી જાય છે કે તેને સમજવો મુશ્કેલ થઈ જાય છે. આ સમસ્યા ટૂંકા ગાળા માટે હોઈ શકે છે અને કેટલાક કિસ્સાઓમાં તે લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં આ સમસ્યા અસ્થાયી વાઇરલ ઇન્ફેક્શન અને શરદીને કારણે થાય છે.