આર્યનના સપોર્ટમાં ઉતરી બિગબોસ ફેમ ઉર્ફી જાવેદ, બોલી- આ આઘાતથી બહાર આવવામાં…

એરપોર્ટ પર જેકેટની અંદર બ્રા પહેરીને ફેમસ થનારી ઉર્ફીએ કર્યો ધડાકો: કહ્યું કે -બળાત્કાર અને ખૂનના મામલે…

“બિગબોસ ઓટીટી” ફેમ ઉર્ફી જાવેદ હવે બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનના સમર્થનમાં ઉતરી છે. NCB કસ્ટડીમાં રહ્યા બાદ કોર્ટે આર્યનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. તે બાદથી આર્યન આર્થર રોડ જેલમાં છે. આર્યન પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે કે તે એ ક્રૂઝ પાર્ટીમાં સામેલ થયા હતા, જયાં ડગનું સેવન કરવામાં આવવાનું હતુ. હાલ તો આર્યન ખાન જેલમાં છે અને આ મામલે તપાસ થઇ રહી છે.

આ મામલે બિગબોસ ઓટીટી કંટેસ્ટેંટ ઉર્ફીએ કહ્યુ કે, કદાચ આ આઘાતમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગશે. અદાલતના નિર્ણય પહેલા જ લોકો તેને કોસી રહ્યા છે કારણ કે તે શાહરૂખ ખાનનો દીકરો છે. આપણે દુષ્કર્મીઓ અને હત્યારાઓ માટે સમાન આક્રોશ કેમ નથી બતાવતા. આપણને અદાલતના નિર્ણય પહેલા જ અભિનેતાને શર્મશાર કરવાની જલ્દી રહે છે. જયારે રેપિસ્ટને શર્મશાર કરવાની વાત આવે તો આપણે આટલી જલ્દી કેમ નથી કરતા ?

ઉલ્લેખનીય છે કે, ઉર્ફરી જાવેદ તેના લુક્સને લઇને ઘણી ચર્ચામાં રહે છે. તે “બડે ભૈયા કી દુલ્હનિયા” “મેરી દુર્ગા” અને “બેપનાહ” જેવા શો માટે ઓળખાય છે. તેણે કહ્યુ કે, રાજનીતિક નેતા, ધાર્મિક ગુુરુ આરોપોનો સામનો કરી રહ્યા છે. રેપ બાદ પણ લોકો તેમને પૂજે છે અને આપણે એક બાળક પાછળ પડી ગયા છીએ, જેણે કોઇને નુકશાન પહોંચાડ્યુ નથી.

Shah Jina