બોલ્ડ ડ્રેસ પહેરી દુબઇમાં વીડિયો શૂટ કરવો ઉર્ફી જાવેદને પડ્યો ભારે, દુબઇ પોલિસે લીધુ મોટુ એક્શન

મુશ્કેલીઓ કેટલી પણ આવે, કદમ આગળ વધારે જાઓ. લાગે છે કે આ મંત્રને ગ્લેમરસ ડીવા ઉર્ફી જાવેદ ફોલો કરે છે. ત્યારે તો કે અવાર નવાર તેના બોલ્ડ આઉટફિટને કારણે મુશ્કેલમાં ફસાઇ જાય છે પણ ક્યારેય તેની ડ્રેસિંગ સેન્સ બદલતી નથી. ઉર્ફી અવાર નવાપ તેના કપડાને કારણે સોશિયલ મીડિયા પર છવાતી રહે છે અને ઘણીવાર તેને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે. તેમ છત્તાં અભિનેત્રી આ બધાને અવગણીને તેના રીવિલિંગ લુક લોકો સામે લઇને આવે છે.

 

View this post on Instagram

 

A post shared by News & Entertainment (@hb_folic)

ત્યારે ફરી એકવાર ઉર્ફીએ તેના બોલ્ડ આઉટફિટને લઇને મુશ્કેલીને આમંત્રણ આપ્યું છે. ઉર્ફી જાવેદને ઘણા સેલેબ્સ દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે કારણ કે તે બોલ્ડ કપડાં પહેરીને શેરીઓમાં બહાર નીકળે છે. આટલું જ નહીં, કેટલાક લોકોએ ઉર્ફી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. પરંતુ આ વખતે ઉર્ફી દેશની જનતા નહીં પરંતુ દુબઈ સરકારના નિશાના પર છે. બધા જાણે છે કે ઉર્ફી છેલ્લા કેટલાક દિવસોથી દુબઈમાં છે. તે તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગ માટે દુબઈ ગઈ છે.

ત્યાંથી, ઉર્ફી તેના બોલ્ડ અંદાજમાં વીડિયો અને ફોટો શેર કરીને ફેન્સને સતત પોતાના વિશે અપડેટ આપી રહી છે. પરંતુ દુબઈના નિયમોના કારણે તે મુશ્કેલીમાં છે. ઉર્ફી જાવેદની નજીકના સ્ત્રોતે ઇ ટાઇમ્સને જણાવ્યું કે, ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ પર સેલ્ફ મેડ આઉટફિટમાં એક વીડિયો શૂટ કર્યો હતો. દુબઈના લોકોને ઉર્ફીનો આઉટફિટ એકદમ રિવિલિંગ લાગ્યો. ઉર્ફીના આઉટફિટમાં કોઈ વાંધો નથી, પરંતુ ઉર્ફીએ ખુલ્લા વિસ્તારમાં તેનો વીડિયો શૂટ કર્યો હતો

 

View this post on Instagram

 

A post shared by Urvi Javed (@urvijaved1fan)

દુબઈના નિયમો અનુસાર, તે જગ્યાએ આવા કપડાં પહેરીને શૂટિંગ કરવાની મંજૂરી નથી. ત્યારે હવે પોલીસે આ અંગે ઉર્ફીની પૂછપરછ કરી છે. તે પણ શક્ય છે કે તે ભારત પરત ફરવા માટે ઉર્ફીની ટિકિટો મુલતવી રાખવામાં આવે. ઉર્ફી જાવેદ ઘણી વખત તેના ઉઘાડા કપડાઓને કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બોલ્ડ આઉટફિટ્સના કારણે તેને તેના જ દેશમાં બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Urvi Javed (@urvijaved1fan)

પરંતુ નીડર અને બોલ્ડ ઉર્ફી ફક્ત તે જ પહેરે છે જે તેને પસંદ છે. પરંતુ આ વખતે મામલો થોડો ગંભીર છે, કારણ કે આ વખતે દુબઈ પોલીસે ઉર્ફીના કપડાં પર શિકંજો કસ્યો છે. ઉર્ફી જ્યારથી દુબઈ ગઈ છે ત્યારથી તે એક યા બીજી મુશ્કેલીમાં ફસાઈ રહી છે. પહેલા દુબઈ ગયા બાદ ઉર્ફીની તબિયત બગડી અને હવે પોલિસ ચક્કરમાં ફસાઇ.

 

View this post on Instagram

 

A post shared by Urvi Javed (@urvijaved1fan)

જો કે, તમને જણાવી દઈએ કે હજુ સુધી ઉર્ફી જાવેદને કસ્ટડીમાં લેવામાં આવ્યા આવી હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલમાં ઉર્ફી જાવેદ એમટીવી સ્પ્લિટ્સવિલા 14માં જોવા મળી રહી છે. તે આ શોમાં ઘણી ધૂમ મચાવી રહી છે. આ શોને અર્જુન બિજલાની અને સની લિયોન હોસ્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Shah Jina