દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

UPSC: ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું, હિન્દૂ-મુસ્લિમમાંથી કોનો સાથ આપશે? આ જવાબથી થઇ સિલેક્ટ

દિવસ રાત એક કરીને UPSC પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો પ્રી અને મેઈન્સ પરીક્ષાઓ તો પાસ કરી લે છે પણ જયારે વાત આવે છે ઇન્ટરવ્યૂની તો ત્યારે બધા જ પાસ નથી થઇ શકતા. લેખિત પરીક્ષા પછી ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે બોલાવવામાં આવે છે.

આ રાઉન્ડમાં ઘણા બધા સવાલો પૂછવામાં આવે છે. ઘણીવાર કોઈ પરિસ્થિતિ આધારિત સવાલો પણ પૂછવામાં આવે છે. જેમાં ઉમેદવારની સમજદારી અને પરિસ્થિતિ સાથે ડીલ કરવાની ક્ષમતાને પારખવામાં આવે છે. આવા જ પ્રકારના કેટલાક સવાલોનો સામનો UPSCની પરીક્ષામાં વર્ષ 2017માં 350મો રેન્ક લાવનાર સાક્ષી ગર્ગે કરવો પડ્યો હતો,

અને જે સમજદારીથી તેને સવાલોના જવાબો આપ્યો હતા, ઇન્ટરવ્યૂ લેનાર અધિકારીઓ ઘણા પ્રભાવિત થયા હતા. એના આધારે જ સાક્ષી ગર્ગ હાલમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં આસિસ્ટન્ટ કમિશનરના પદ પર નિયુક્ત છે.

Image Source

ઇન્ટરવ્યૂ વિશે સાક્ષીએ એક વીડિયોમાં જણાવ્યું છે કે તેમને પૂછવામાં આવ્યું હતું કે માની લો કે તમને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બનાવી દેવામાં આવે. તમે ઉત્તરપ્રદેશની રહેવાસી છો તો આ જ રાજ્યના કોઈ જિલ્લામાં તમને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. એ પછી માની લો કે એક જ દિવસે તમારી પાસે હિન્દૂ સમાજ આવે છે

અને કહે છે કે અમને રામનવમીની શોભાયાત્રા કાઢવી છે, અને પછી મુસ્લિમ સમાજ આવીને કહે છે કે તેમને એ જ દિવસે તાજિયા કાઢવા છે. બંનેની માંગ છે કે તેઓ શોભાયાત્રા અને તાજિયા એક જ રુટ પરથી કાઢવા માંગે છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે તમે શું કરશો? આ સ્થિતિને કેવી રીતે કંટ્રોલ કરશો?

Image Source

આનો જવાબ આપતા સાક્ષીએ કહ્યું કે એ બંને પક્ષોની ભાવનાઓનું સન્માન કરતા તેમના નેતાઓ સાથે વાત કરશે. તેમને કહ્યું – જો અલગ-અલગ રુટ પરથી શોભાયાત્રા અને તાજિયા કાઢવા સંભવ નથી તો બંનેના સમયમાં થોડો ફેરફાર કરી દેવામાં આવે,

એટલે કે રામનવમીની શોભાયાત્રા અને તાજિયા અલગ-અલગ સમય પર કાઢવામાં આવે, જેનાથી કોઈને તકલીફ ન થાય અને હાલત ન બગડે. આના પર અધિકારીએ પૂછ્યું કે તમે કહ્યું કે સમાજમાં બધા લોકો સહિષ્ણુતા એટલે કે શાલીનતાથી રહે છે,

પરંતુ હું તો આ વિચારધારા સાથે સંમત નથી કારણ કે અવારનવાર તોફાનો થાય છે અને નાની-નાની વાતો પર લોકો બેકાબુ થઇ જાય છે. અધિકારીએ કહ્યું કે જો એક સમાજ જુલુસના સમયમાં ફેરફાર કરવા માટે રાજી નથી તો શું કરશો?

Image Source

એના પર સાક્ષીએ કહ્યું કે જો હું એ રાજ્યની ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છું અને એક ડીએમ હોવાના નાતે મારી પાસે અધિકાર છે કે હું બંને સમાજને ના પણ પાડી શકું છું અને કહી શકું છું કે અહીં કોઈ જુલુસ નહિ કાઢવામાં આવે.

હું બંને સમાજ સામે એક પ્રસ્તાવ મુકીશ કે અલગ-અલગ સમય પસંદ કરે, જેનાથી લૉ એન્ડ ઓર્ડર મેન્ટેન રહે, પણ જો નથી માનતા તો હું બંને સમાજને જુલુસ કાઢવાની પરવાનગી આપવાની ના પાડી શકું છું.

Image Source

આના પર અધિકારીએ ફરીથી સવાલ પૂછ્યો અને કહ્યું કે જો તમે બંને સમાજના લોકોને ના પાડો છો તો એમાંથી એક સમાજનો આયોજક ધારાસભ્યનો ભાઈ છે અને ખૂબ જ પ્રભાવશાળી છે, લોકો એની સાથે છે અને એ પોતાની વાત મનાવવા માંગે છે, તો તમે આ પરિસ્થિતિને કેવી રીતે મેનેજ કરશો?

સાક્ષીએ કહ્યું – જો ધારાસભ્યને હું ઓળખતી હોઉં તો પણ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે મને સામાજિક પરિપ્રેક્ષ્યમાં કામ કરવું પડશે. એટલે જો તેઓ મારો પ્રસ્તાવ નહિ માને તો હું બંને સમાજને જુલુસ કાઢવા માટે ના પાડી દઈશ.

Image Source

એટલે ફરીથી સવાલ કરતા અધિકારીએ કહ્યું કે 10 વર્ષ સિનિયર કમિશનર જુલુસ કાઢવાની પરવાનગી આપવાનું કહે છે અને બીજા સમાજને ના પાડવાનું કહે છે, તો તમે શું કરશો? એના પર સાક્ષીએ કહ્યું કે એ સિનિયરને અપીલ કરશે કે તેઓ આ લિખિતમાં આપે, કારણ કે આવું કરવાથી જો પરિસ્થિતિ બગડે છે અને તોફાન થાય છે

તો ભવિષ્યમાં તે જવાબદાર નહિ હોય. પછી સાક્ષીને પૂછવામાં આવ્યું કે જો તમે લેખિતમાં માંગો છો તો તમારા સિનિયર નારાજ થઇ જશે, અને તેઓ તમારી કેરેક્ટર વોલ લખાશે. કેરેક્ટર વોલમાં તેમના ખરાબ ફીડબેકથી ભવિષ્યમાં તમારા પ્રમોશન પર અસર પડી શકે છે, તો તમે શું કરશો?

Image Source

સાક્ષીએ કહ્યું, મારો જવાબ આ જ છે કે હું તેમને લેખિતમાં આવા કહીશ. આ પ્રકારના પોલિટિકલ પ્રેશર તો આવતા રહેશે, રહી વાત મારા પ્રમોશનની તો એ મારા કામ પર નિર્ભર કરે છે, કારણ કે જો નમતી રહી તો એ મારા કામ માટે નકારાત્મક રહેશે. એવામાં ફીડબેકમાં કમિશનરના મારા કામ માટે ખરાબ લખવાથી હું નહિ ડરું.