રાજકોટના ઉપલેટામાં બહેન બનેવીની સગા ભાઇએ કરી હત્યા, પોલીસ અને કાયદાનો ડર છે કે નહિ? કારણ સાંભળીને ધ્રુજી જશો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવતમાં હત્યા કરી નાખવામાં આવતી હોય છે, તો ઘણીવાર પ્રેમ સંબંધમાં હત્યા કરી હોવાના કિસ્સાઓ સામે આવે છે. હાલમાં જ રાજકોટમાંથી ડબલ મર્ડરનો ખૂબ જ ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ઉપલેટામાં ગઇકાલે એટલે કે 19 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. જેમાં સગા ભાઇએ અને પિતાએ જ પ્રેમલગ્ન કરનારી દીકરી તેમજ તેના પતિની છરીથી સરાજાહેરમાં હત્યા કરી નાખી. યુવતિએ 6 મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા અને આ વાતનો ખાર રાખી પિતા અને ભાઇએ બંનેને પતાવી નાખ્યા.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના ઉપલેટાની જિગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ અને અરણી ગામની રીનાને રીનાના ભાઇ સુનીલ અને પિતા સોમજીભાઇએ સરાજાહેરમાં છરીના આડેધડ ઘા માર્યા હતા અને તેમની હત્યા કરી દીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલિસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંનેની લાશને હોસ્પિટલ પીએમ માટે ખસેડી હતી. જે બાદ આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરી હતી. રીનાએ અનિલ સાથે પ્રેમ લગ્નક કર્યા એ વાત તેના ભાઇને ઘણી જ ખટકતી હતી અને છેલ્લા કેટલાક સમયથી રીના અનિલ સાથે પ્રેમમાં હતી.

આ પહેલા પણ તેઓ ભાગ્યા હતા, પરંતુ ઉંમરને કારણે જે તે વખતે યુવતિ પિતાના ઘરેથી ભાગી હોવાની ફરિયાદ પરિવારજનોએ પોલિસ સ્ટેશનમાં કરી હતી. તે સમયે યુવતિએ પોલિસમથકમાં ઝેરી દવા પીધી હોવાનું પણ સામે આવ્યુ હતુ. જે બાદ રીનાની ઉંમર લગ્ન માટે પર્યાપ્ત ન હોવાને કારણે તે બંને પોતાના ઘરે જતા રહ્યા હતા. છ મહિના પહેલા જ રીનાની લગ્ન માટેની ઉંમર પૂરી થઇ હતી અને તે બાદ તે ઘરેથી અનિલ સાથે ભાગી ગઇ અને તેની સાથે રહેતી હતી. આ દરમિયાન જ રીનાના ભાઇને માહિતી મળી હતી કે તેના બહેન-બહેવીને ઉપલેટામાં છે, જે બાદ તેણે તેમની શોધખોળ કરી.

સવારે 11 વાગ્યાના અરસામાં કુંભારવાડા નાકે મળી જતા બંને પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. જેને કારણે બંનેનું મોત થયુ હતુ. રીનાના પિતા અને ભાઇએ તેના પેટના ભાગે છરીના ઘા ઝીંક્યા જેને કારણે ઊંડો ઘા જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત હાથ પગ અને નાકના ભાગે પણ છરીના ઘા માર્યા હતા. જયારે રીનાના પતિને છાતીના ભાગે ઊંડો ઘા ઝીક્યો અને હાથ પગ તેમજ આંખના ભાગે પણ ઘા માર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપી સુનીલ માતા-પિતાનો એકના એક પુત્ર હોવાનું સામે આવ્યું છે.

Shah Jina