ખબર

ગુજરાતવાસીઓ દિવાળી પર ફટાકડા ફોડી શકશે કે નહિ? જાણો સમગ્ર વિગત

હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. તો બીજી તરફ દિવાળીના તહેવારને પણ ગણતરીના દિવસો જ બાકી છે. કોરોનાને લઈને દેશના પાંચ રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે કે, દિવાળીના સમયે રાજ્યવાસીઓ ફટાકડા ફોડી શકશે કે નહીં.

સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા સરકાર તરફથી સૂચના પણ આપવામાં આવી છે. સરકારે પોતાના જાહેરનામામાં ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે જ વિદેશી ફટાકડાની આયાત ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે.

રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવાયું છે. આ સાથે જ ગેરકાયદેસર આયાત, સંગ્રહ અને વેચાણ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તો જાહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત બનશે.

રાજ્ય સરકાર પાસે ફટાકડા મુદ્દે NGTએ માંગેલા જવાબ અંગે જણાવતા નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ગ્રીન ટ્રીબ્યુનલે ગુજરાત સરકાર પાસે માહિતી માંગી છે.
જણાવી દઈએ કે, દિવાળીના તહેવાર પર વધુ પડતો ધુમાડો છોડતા ફટાકડા બાળકો અને વૃદ્ધો માટે જોખમી સાબિત થઈ શકે છે