મોટી હસ્તીની પત્ની બિલ્ડિંગના 11માં માળેથી કૂદી, ઘટનાસ્થળે પોલીસે જઈને ઈન્કવાયરી કરતા જ ચોંકી ઉઠ્યા બધા

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ પ્રેમ સંબંધમાં તો કોઇ શારીરિક કે માનસિક હેરાનગતિને કારણે તો ઘણીવાર કોઇ ડિપ્રેશનને કારણે આપઘાત કરી લેતુ હોય છે.  હાલમાં આપઘાતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક હાઇરાઇઝ સોસાયટીના 11માં માળેથી એક મહિલાએ કૂદી પોતાનો જીવ આપી દીધો. આ કિસ્સો ઉત્તરપ્રદેશના ગ્રેટર નોએડાનો વેસ્ટનો છે. ઘટનાની જાણ થતા જ ગ્રેટર નોએડા પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. હાલ તો પોલિસ આ મામલે તપાસ કરી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ગ્રેટર નોએડા હાઇરાઇઝ સોસાયટી નિરાલા એસ્ટેટની રહેવાસી મહિલા ડિપ્રેશનનો શિકાર હતી. જેને કારણે તેણે આપઘાત જેવું પગલુ ભર્યુ. જો કે, કારણ જે પણ હોય પરંતુ હાલ પોલિસ આ મામલે તપાસ કરી રહી છે. મૃતક મહિલાના પતિ ઇન્ડિયન ડિફેંસ સર્વિસમાં ડાયરેક્ટરના પદથી સેવાનિવૃત છે. રિટાયરમેન્ટ પછી રાજીવ યાદવ તેમના મોટા પુત્ર રોહન અને પત્ની પ્રતિભા યાદવ સાથે નિરાલા એસ્ટેટ સોસાયટીમાં T9માં 11મા માળે રહે છે.

પ્રતિભા યાદવે સવારના રોજ બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. સંબંધીઓએ મહિલાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી મુજબ, મૃતક પ્રતિભા યાદવ 2015થી ડિપ્રેશનથી પીડાતી હતી. જેની સારવાર ઘણા દિવસોથી ચાલી રહી હતી. ઘટનાની માહિતી મળતાં જ બિસરખ પોલીસ સ્ટેશને ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. જેથી જાણી શકાય કે મહિલા કયા કારણે ડિપ્રેશનમાં હતી.

આ ઘટના ત્યારે બની જ્યારે ફ્લેટના અન્ય રૂમમાં પરિવારના અન્ય સભ્યો હાજર હતા. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. માહિતી આપતા બિસરાખ પોલીસ સ્ટેશનના એસએચઓએ જણાવ્યું કે, લગભગ 12 વાગ્યે સોસાયટીના સુરક્ષાકર્મીઓ પાસેથી મહિલાના પડી જવાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ મહિલાએ 11મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી, જોકે કોઈ સુસાઈડ નોટ મળી નથી.

Shah Jina