‘હું આપઘાત કરવા જઇ રહી છું, મારી મોતનો જવાબદાર…’ લખી પરણિતાએ તળાવમાં લગાવી છલાંગ !

‘હું મરવા જઈ રહી છું, મારા મોત માટે જવાબદાર…….’ લખીને તળાવમાં કૂદી ગઈ આ મહિલા

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર પ્રેમ સંબંધ, અંગત અદાવત તો પછી શારીરિક માનસિક ત્રાસ મુખ્યત્વે કારણ હોય છે. ઘણીવાર મહિલાઓ તેના પતિ અને સાસરિયાથી કંટાળી પણ મોતને વહાલુ કરી દેતી હોય છે, ત્યારે હાલમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને મહિલાએ તળાવમાં ઝંપલાવ્યું. પરિવાર અને પોલીસને ઘાટમાંથી મળેલા કપડા અને સુસાઈડ નોટ પરથી ઘટનાની જાણ થઈ હતી.

ગોતાખોરોની મદદથી મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી. આ મામલો યુપીના બાંદાના અટારા ચુંગી ચોકી વિસ્તારનો છે.પરિવારજનોએ સાસરિયાઓ પર ત્રાસનો આરોપ લગાવ્યો છે. બાંદાના કુશવાહા નગરમાંથી એક મહિલા ગુમ થઈ ગઈ હતી. શહેરના કોતવાલી વિસ્તારમાં નરૈની રોડ પર નવાબ ટાંકી પાસે મહિલાની સુસાઇડ નોટ અને સાડી મળી આવી હતી. જાણ થતાં પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસ અને ડાઇવર્સની ટીમ પહોંચી હતી.

6 કલાક સુધી તળાવમાં શોધખોળ બાદ પણ મહિલા મળી આવી ન હતી. સુનિતા કુશવાહા નગરની લોધી કોલોનીમાં રહેતી હતી. તળાવ પાસે મળેવી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે તેનો પતિ તેને માર મારતો હતો. આત્મહત્યાની આશંકા પર પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. મહિલાના પિતા ઉમેશભાઇએ જણાવ્યું હતું કે, “પતિ તેમની દીકરી સુનીતાને ત્રાસ આપતો હતો. ઘણી વખત સમજાવવા છતાં તેણે માર મારવાનું બંધ કર્યું ન હતું. જેના કારણે આજે માહિતી મળી કે સુનિતાએ ઘર છોડી દીધું.

અહીં પહોંચતા ખબર પડી કે તળાવ પાસે સુસાઈડ નોટ અને સાડી મળી આવી છે. ઉમેશભાઇએ કહ્યું, “દીકરીનો કોઈ પત્તો લાગ્યો નથી. ગઈકાલે રાત્રે 10 વાગ્યે મારી સાથે વાત થઈ હતી. તેમણે આગળ જણાવ્યુ કે, તેમની દીકરી પતિના મોબાઇલથી જ વાત કરતી. દરરોજ તેઓ લડતા હતા. સુનીતાને 5 વર્ષની દીકરી પણ છે. ત્યારે માતાએ આત્મહત્યા જેવું પગલુ ભરતા દીકરી પરથી હવે માતાની છત્રછાયા જતી રહી છે. સુસાઈડ નોટમાં મહિલાએ આત્મહત્યા માટે તેના પતિને જવાબદાર ઠેરવ્યો છે. હાલ તો મહિલા વિશે કોઇ સુરાગ પણ મળ્યો નથી પરંતુ સર્ચ ઓપરેશન ચાલુ છે.

Shah Jina