વિધવા પ્રેમિકા સાથે મોજ કરતા ઝડપાઇ ગયો પ્રેમી, તો પરિવારે કપડા કાઢી ધોયો, મહિલાને 5 બાળક છે તો પણ…..

વિધવા મહિલાને પાડોશી સાથે થયો પ્રેમ, આપત્તિજનક હાલતમાં જોઇ ભડક્યા પરિવારજનો, વાંચો આગળ શું શું થયું

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર મારપીટ અથવા તો જાનલેવા હુમલાના કિસ્સા સામે આવે છે. પણ હાલમાં જે કિસ્સો મારપીટનો સામે આવ્યો છે તે ઘણો ચોંકાવનારો છે. ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલ જિલ્લામાંથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેટલાક લોકોએ વિધવા મહિલાને (Widow Woman) તેના પ્રેમી સાથે ઝાડ સાથે બાંધી દીધી અને ત્રણ કલાક સુધી સગીર બાળકોની સામે બેરહેમીથી માર માર્યો.

માતાને માર મરાતો જોઇ એક બાળક તો રડતા રડતા બેહોશ પણ થઈ ગયો. મહિલાના પ્રેમીને માર મારવામાં આવ્યા બાદ ગામમાં ફેરવવામાં આવ્યો. ત્યાં વિધવા મહિલાનું કહેવું છે કે તે તેના પ્રેમી સાથે લગ્ન કરીને ફરીથી સેટલ થવા માંગે છે, પરંતુ સમુદાયના લોકો તેની વિરુદ્ધ છે. તેઓએ જ બંનેને માર માર્યો અને અપમાન કર્યું. જુનવાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની રહેવાસી 34 વર્ષીય વિધવા મહિલા બુધવારે સાંજે લગભગ 3 વાગ્યે તેના પ્રેમી સાથે ભૂસો ભરવા માટે ટટિયા બનાવી રહી હતી.

આ દરમિયાન વિધવા મહિલાના પરિવારજનો આવ્યા અને મારપીટ કરવા લાગ્યા. પહેલા પ્રેમીને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો અને પછી પરિવાર વિધવાને પણ ખેંચી ગયો અને તેને પણ પ્રેમી સાથે બાંધી. વિધવાના બાળકોની સામે તેઓ ઘણા કલાકો સુધી બંનેને માર મારતા રહ્યા. આ બધું જોઈને એક બાળક તો બેહોશ પણ થઈ ગયો. જો કે, બાદમાં ગ્રામજનોએ બંનેને છોડાવ્યા. વિધવા મહિલાએ રજનેશ, રાજકુમાર અને છોટુ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

કેસ નોંધાવાની સાથે પોલીસે વાયરલ વીડિયોના આધારે બીજા પાંચ લોકોની ઓળખ કરી જેમાં શેરી, સૌરજ, વિરોજ, મહિલા મંજુ અને જિલ્લા બદાયૂ જરીફનગરના રહેવાસી ભૂરો છે. જુનવઈ પોલીસ સ્ટેશનના એસએચઓએ જણાવ્યું કે વીડિયોના આધારે એક મહિલા સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ પીડિતાના સગા છે. વિધવા મહિલાના પતિનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું.

Shah Jina