ખબર

આ રાજ્યની સરકારે આવકમાં વધારવા દારૂ માં ટેક્સ ઝીક્યો અને પેટ્રોલ-ડિઝલનાં ભાવો પણ વધાર્યા

દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો ફેલાયેલો છે અને સાથે મોટાભાગના દેશોની આર્થિક સ્થિતિ પણ કફોળી બની છે, ત્યારે ઉત્તરપ્રદેશ સરકારે આર્થિક સ્થિતિને પહોંચી વાલ્વ અને આવકમાં વધારો કરવા માટે દારૂના ભાવ સાથે પેટ્રોલ ડીઝલના ભાવ વધારવાનો પણ નિર્ણય કર્યો છે.

Image Source

ઉત્તરપ્રદેશમાં દારૂની બોટલ ઉપર 50 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે જયારે પેટ્રોલના ભાવમાં  પ્રતિ લીટર 2 રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 1 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Image Source

પેટ્રોલ ડીઝલ અને દારૂના ભાવમાં વધારો કરવાના નિર્ણયના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્ય સરકારની આવકમાં 4400 કરોડ સુધીનો વધારો થઇ શકે છે. ઉત્તર પ્રદેશના નાણાં પ્રધાન સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે દારૂના ભાવમાં વધારો કરવાંના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં 2350 કરોડ નો વહદરો થશે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવાના કારણે રાજ્યની આવકમાં 2070 કરોડનો વધારો થઇ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.