દરેક પિતા પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી કરવા માંગતા હોય છે, દીકરીના લગ્ન માટે પિતા તનતોડ મહેનત કરે છે અને એક એક રૂપિયો બચાવીને તેના લગ્નમાં સારો એવો ખર્ચ કરતા હોય છે, પરંતુ ઘણીવાર લગ્ન માટે ઘણા પિતાઓને વ્યાજે, જમીન ઉપર, લોન દ્વારા કે કોઈ બીજી રીતે પણ પૈસાની જરૂર પડતી હોય છે. પરંતુ સરકારની એક એવી સ્કીમ છે જે અંતર્ગત દીકરીના લગ્ન સમયે 51000 રૂપિયાની સહાય સરકાર કરી રહી છે. ચાલો જાણીએ આ યોજનાનો લાભ કેવી રીતે મળી શકશે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ યોજનાને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે જેનું નામ છે લગ્ન અનુદાન યોજના (UP Shadi Anudan Yojana) જે અંતર્ગત દીકરીઓ 51000 રૂપિયા લગ્ન માટે આપવામાં આવે છે.

આ યોજના માટે લગ્ન કરનાર દીકરીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને જે યુવક સાથે લગ્ન થવાના છે તેની ઉંમર 21 કે તેથી વધુ હોવી જોઈએ.આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, અન્ય પછાત વર્ગ, અલ્પસંખ્યક, સામાન્ય વર્ગના પરિવારો મેળવી શકે છે. આ યોજનામાં એક પરિવારની 2 દીકરીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.

આ યોજનાની શરતો જોઈએ તો આવેદન કરવા વળી વ્યક્તિ ઉત્તર પ્રદેશની વતની હોવી જોઈએ. વાર્ષિક આવક ગ્રામીણ ક્ષેત્રોમાં 46800 હજાર અને શહેરી વિસ્તારમાં 56400થી વધારે ના હોવી જોઈએ. આવેદન કરનાર વ્યક્તિ ગરીબી રેખા નીચેની હોવી જોઈએ.

જરૂરી દસ્તાવેજમાં આવેદન કર્તાનું આધાર કાર્ડ, આવકનું પ્રમાણ પત્ર અને જેના લગ્ન છે તે યુવક યુવતીના ઉંમરનું પ્રમાણપત્ર જરૂરી છે.