ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

મોટી દુર્ઘટના રોકવા માટે આગમાં કૂદી પડ્યો પોલીસવાળો, ભાવુક થઇ ગઈ વૃદ્ધ મહિલા – જુવો વિડીયો

આપણા દેશમાં લોકો પોલીસથી ડરે છે, કારણે કે લોકોને લાગે છે કે પોલીસ તેમના પાસે લાંચ માંગશે, તેમની સાથે સારું વર્તન નહિ કરે, વગેરે વગેરે… અમુક કિસ્સામાં તો આ જ કારણોસર લોકો પોલિસ પાસે મદદ માંગવા પણ નથી જતા. ત્યારે કેટલાક પોલીસવાળાઓ પોતાના યુનિફૉર્મના જોરે લોકોની મદદ પણ કરે છે. ઉત્તર પ્રદેશમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના નોઈડામાં એક પોલીસ સબ-ઈન્સ્પેક્ટરે બહાદુરીની મિસાલ કાયમ કરી હતી. જેની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થઇ રહી છે.

Image Source

ગૌતમબુદ્ધ નગરના દનકૌર પોલીસ ચોકીના વિસ્તારમાં એક ઘરમાં આગ લાગી ગઈ હતી. લોકોએ આગ લાગવાની જાણકારી પોલીસને આપી, ત્યારે ઘટના સ્થાળે પહોંચેલા એક પોલીસ જવાને ઘરમાં લાગેલી આગમાં કૂદીને ઘરમાં પડેલા બે સિલેન્ડર બહાર કાઢયા. ઉત્તર પ્રદેશ પોલીસના આ સબ-ઇન્સ્પેકટરના કારણે મોટી દુર્ઘટના થવાથી બચી ગઈ હતી. આ પોલીસ સબ ઇન્સ્પેકટરનું નામ અખિલેશ કુમાર દીક્ષિત છે. લોકોએ આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન પોલીસને જણાવ્યું હતું કે ઘરમાં બે ગેસ સિલેન્ડર પણ છે જેથી સબ ઇન્સ્પેકટર અખિલેશે ધાબળો મંગાવીને આ ધાબળો ઓઢીને આગમાં કૂદી પડયા અને બહાદુરી પૂર્વક ઘરમાંથી બે ગેસ સિલેન્ડર બહાર કાઢયા હતા.

જો ઘરમાં રહેલા ગેસ સિલિન્ડરમાં આગ લાગી જાત તો મોટો વિસ્ફોટ થઇ શકતો હતો. સાથે જ આ દુર્ઘટનામાં લોકોનો જીવ પણ જઈ શકે એમ હતો. ત્યારે આ મોટી દુર્ઘટનાને રોક્યા બાદ લોકો યુપી પોલીસના આ સબ ઇન્સ્પેકટરના ખૂબ જ વખાણ કરી રહયા છે. આગ લાગવાને કારણે મોટી સંખ્યામાં લોકો અહીં ભેગા થઇ ગયા હતા.

સબ ઇન્સ્પેકટરની બહાદુરીના કારણે એક વૃદ્ધ મહિલા ભાવુક પણ થઇ ગયા હતા. અને તેમને આ સબ ઇન્સ્પેકટરને ગળે લગાવી લીધા હતા. ઉત્તરપ્રદેશ પોલીસે આ ઘટનાની જાણકારી અને વિડીયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યા હતા. આ ટ્વીટને અત્યાર સુધીમાં હજારથી વધુ લોકોએ લાઈક કરી છે અને લોકો આ સબ ઇન્સ્પેકટરની બહાદુરીના વખાણ પણ કરી રહયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks