ખબર

પોલીસે એક દીકરીના જન્મદિવસને આવી રીતે સરપ્રાઈઝ આપી બનાવ્યો યાદગાર, માતા થઇ ગઈ ભાવુક

કોરોના વાયરસના ફેલાતા સંક્ર્મણને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉન વચ્ચે ખાખીનો એક નવો જ રંગ જોવા મળ્યો છે. આ સાથે જ પોલીસનો આભાર માન્યો હતો.એક માતાએ પોતાના બાળકના પહેલા જન્મ દિવસ ઉજવવા માટે સરકારને એક ટ્વિટ કરી.

Image source

માતાની મમતા જોઈને પોલીસ કર્મીએ એક વર્ષ પરી અનિકાના જન્મદિવસને પોલીસે લોકડાઉન વચ્ચે ધામધૂમથી મનાવ્યો હતો. આ જોઈને તેની માતા ખુશીથી છલકાઈ ગઈ હતી. મથુરાના મહા વિદ્યા કોલોનીમાં રહેતા સંગીતા સિંહના પતિ મુંબઈ નેવીમાં તૈનાત છે. લોકડાઉનને કારણે તે મથુરા જઈ શક્યા ના હતા. આ દરમિયાન તેની એક વર્ષની દીકરી અનિકાનું 29 એપ્રિલના પહેલો બર્થડે હતો. લોકડાઉનને કારણે સંગીતા સિંહ તેની દીકરીના પહેલા બર્થડેમાં કેકની વ્યવસ્થા ના થતા પરેશાન થઇ ગયા હતા.

Image source

આ બાદ તેને ટ્વીટર પર તેની દીકરીના પહેલા બર્થડેના ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરતા લોકડાઉનને કારણે કેકની વ્યવસ્થા ન થતા નારાજ થઇ ગઈ હતી. આ બાદ લખનૌ પોલીસ દ્વારા જન્મદિવસ મનાવવા માટે કેકની વ્યવસ્થા કરવાનો નિર્દેશ કર્યો હતો.

આ બાદ એસએસપી સહીત પોલીસ સ્ટાફ અનિકાએ જન્મદિવસ માટે કેક સાથે ફુગ્ગા અને નાસ્તાની વ્યવસ્થા કરી ત્રણ પીઆરવી અને 2 ચેતક સાથે બુધવારે તેના ઘરે પહોંચીને આ અનોખો બર્થડે ઉજવ્યો હતો. આ જોઈને સંગીતા સિંહ ખુશીથી નાચી ઉઠી હતી. સંગીતા સિંહે સોશિયલ ડિસ્ટેંસીન્ગનું પાલન કરીને તેની દીકરીના જન્મદિવસની ઉજવણી કરી હતી.

સંગીતા સિંહને ભરોસો ન હતો કે, તેની દીકરીનો જન્મદિવસ મનાવવા માટે પોલીસ કર્મી આવી રીતે આવશે. બુધવારે પોલીસ સંગીતા સિંહના ઘરનું સરનામું પૂછતાં લોકોમાં આશકા ફેલાઈ ગઈ હતી. બાદમાં જયારે પોલીસ કેક દેવા આવ્યા હતા ત્યારે લોકોને પણ પોલીસ પર ગર્વ થઇ ગયો હતો.આનાથી શ્રેષ્ઠ પોતાના બાળકના જન્મ દિવસની ઉજવણી બીજી શું હોઈ શકે ?

આ ઘટના નો વિડીયો નીચે છે અચૂક જુઓ :

વાહ, સલામ છે આવા કાર્યને, પોલીસ અને સરકારના આ કાર્ય માટે એક લાઈક તો બને જ છે :clap::skin-tone-2::clap::skin-tone-2:Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.