ભયાનક અકસ્માત : કાર ઝાડ સાથે અથડાઇ ને પછી ખીણમાં ખાબકી, ગમખ્વાર અકસ્માતમાં 6ના કરુણ મોત

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં ઉત્તરપ્રદેશના પીલીભીતમાંથી એક ભયાનક રોડ અકસ્માતની ખબર સામે આવી. એક પૂર ઝડપે આપતી કાર ઝાડ સાથે ટકરાઇ ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ કારમાં સવાર લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો. કારમાં સવાર તમામ ઉત્તરાખંડના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે.

અકસ્માતની માહિતી મળતાં પીલીભીતના ન્યુરિયા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી કારને ખીણમાંથી બહાર કાઢી હતી. આ દરમિયાન જેસીબીની પણ મદદ લેવી પડી હતી.ઉત્તરાખંડના ખાતિમા જિલ્લાના જમોર ગામની રહેવાસી હુસ્ના બીના લગ્ન પીલીભીત શહેરના કોતવાલી વિસ્તારના ચંદોઈ ગામના રહેવાસી અનવર અહેમદ સાથે થયા હતા. બુધવારે નિકાહ બાદ ગુરુવારે વલીમાની દાવતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉત્તરાખંડથી દુલ્હન પક્ષના લોકો પણ પીલીભીત આવ્યા હતા.

ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ કાર્યક્રમ પૂરો થયા બાદ દુલ્હન પક્ષના લોકો અર્ટિકા કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા.જેવી જ કાર ન્યુરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેન ગુલ મેરેજ હોલ પાસે પહોંચી ત્યારે અચાનક કાબૂ બહાર નીકળી ગઈ અને પલટી ગઈ અને ઝાડ સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે ઝાડ પણ તૂટીને કાર પર પડ્યું. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. માહિતી મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.સ્થાનિક પોલીસ જેસીબીની મદદથી ઝાડને હટાવી કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત 6 લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક સારવાર બાદ તેમને જિલ્લા હોસ્પિટલમાંથી હાઈ સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો હતો. માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જેમન નામ આ રીતે છે. શરીફ અહેમદ(50), ટાઉન ખાતિમા ગોટિયા પોલીસ સ્ટેશન ખાતિમા ઉત્તરાખંડના રહેવાસી, બાબુદ્દીન(60) બાંસખેડા પોલીસ સ્ટેશન અમરિયા, પીલીભીતના રહેવાસી, મુન્ની(65) કસ્બા ખાતિમા ગોટિયા ખાતિમા ઉત્તરાખંડના રેહવાસી, રાકીબ(10) ખાટીમા ગોટીયા ખાતિમાની રહેવાસી, મંજૂર અહેમદ(65) જમોર ખાતિમાના રહેવાસી, ડ્રાઈવર(35), નામ અને સરનામું અજ્ઞાત.

મેડિકલ ડૉક્ટર રમાકાંત સાગર એ ​​જણાવ્યું કે કારમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અહીં 12 દર્દીઓ આવ્યા છે, જેમાંથી બેને નાની-મોટી ઈજાઓ થઈ હતી, તેઓની સારવાર કરવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ છે. અમે અહીંથી ચાર દર્દીઓને પ્રાથમિક સારવાર આપી છે અને તેમને હાઈ સેન્ટરમાં રીફર કર્યા છે. તેમાંથી બે ગંભીર છે અને બે થોડા ઓછા ગંભીર છે.

Devarsh