પતિ પર ચપ્પલોનો વરસાદ ! હોટલના રૂમમાં પત્નીને છોડી બીજી મહિલા સાથે મનાવી રહ્યો હતો રંગરેલિયા ને અચાનક આવી પત્નીએ પકડી લીધો પછી કર્યુ એવું કે…

બીજી મહિલા સાથે હોટલમાં કરી રહ્યો હતો રોમાન્સ, પત્નીએ કર્યો થપ્પો અને પછી દે ચપ્પલ…દે ચપ્પલ…

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર પતિ, પત્ની અને વોના કિસ્સાઓ સામે આવે છે, જેમાં ઘણીવાર પત્ની તેના પતિને દગો આપી બીજા પુરુષ સાથે સંબંધ બાંધતી હોય છે, તો ઘણીવાર પતિ તેની પત્નીને દગો આપી બીજી મહિલાઓ સાથે રોમાન્સ કરતો હોય છે. ત્યારે હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના આગ્રામાં એક અન્ય મહિલા સાથે હોટલમાં પુરુષ રોમાન્સ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેની પત્ની ત્યાં આવી પહોંચી. પતિને અન્ય મહિલા સાથે જોઈને તે ગુસ્સે થઈ ગઈ

અને તે પોતાના ચપ્પલ ઉતારી પતિને માર મારવા લાગી. પત્નીએ પતિ અને મહિલાને ચપ્પલ વડે માર માર્યો હતો. આ મામલો દિલ્હી ગેટ વિસ્તારનો છે. મળતી માહિતી મુજબ, દેવરી રોડ પર રહેતો દિનેશ હોસ્પિટલમાં નોકરી કરે છે. તેની પત્ની નીલમે આરોપ લગાવ્યો હતો કે દિનેશને એક મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ હતો. જ્યારે તેને આ વાતની ખબર પડી તો બંને વચ્ચે ઝઘડો શરૂ થયો અને આનાથી પરેશાન થઈને નીલમ તેના પિયર જઇ રહેવા લાગી. સોમવારે તેને ખબર પડી કે દિનેશ મહિલા સાથે દિલ્હી ગેટ સ્થિત હોટલમાં છે

તો તરત જ નીલમ તેના ભાઈ સાથે હોટલ પહોંચી અને રૂમમાં પ્રવેશતા જ તેણે જોયું કે દિનેશ અન્ય મહિલા સાથે હતો. ગુસ્સામાં નીલમે તેને ચપ્પલથી મારવાનું શરૂ કરી દીધું. આ સાથે અન્ય મહિલાને પણ ચપ્પલ વડે માર મારવામાં આવ્યો. આ દરમિયાન દિનેશ તેની પત્ની નીલમની માફી માંગતો રહ્યો. નીલમના ભાઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દિનેશ તેની પત્નીની વારંવાર માફી માંગતો હોય છે. તે કહે છે – ભૂલ થઈ ગઈ છે. ફરીથી ભૂલ થશે નહીં.

બસ આ વખતે મને માફ કરી દે. અન્ય એક મહિલા પણ નીલમની માફી માંગતી જોવા મળે છે. તે રડતાં રડતાં કહે છે- હવેથી આવું નહીં થાય. મને માફ કરો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘પતિ, પત્ની ઔર વો’નો આ હાઈવોલ્ટેજ ડ્રામા હોટલમાં કલાકો સુધી ચાલ્યો હતો. જો કે, પોલીસને માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને દિનેશ અને અન્ય મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યારે આ વીડિયો સોશિયલ પર વાયરલ થયો ત્યારે ઘણા લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી. કેટલાક યુઝર્સે કહ્યું કે ઘોર કળયુગ. બીજાએ લખ્યું- પત્નીને હોટલનું સરનામું કોણે આપ્યું હશે ?

Shah Jina