પ્રેમિકાને ખબર પડી કે પ્રેમીના લગ્ન થઇ રહ્યા છે તો પહોંચી ગઇ બેંડ બાજા બારાત લઇને, જાણો કિસ્સો

ઉત્તર પ્રદેશના ગોરખપુરથી એક હેરાન કરી દેનાર મામલો સામે આવ્યો છે. જયારે પ્રેમિકાને ખબર પડી કે તેના પ્રેમીના લગ્ન બીજે નક્કી થઇ ગયા છે તો તે બેંડ બાજા બારાત સાથે તેના પ્રેમીના ઘરે પહોંચી ગઇ. પછી પ્રેમીના ઘરે તેના પરિજન સામે કલાકો સુધી હાઇવોલ્ટેજ ડ્રામા કર્યો.

પ્રેમિકાનું કહેવુ છે કે, તેની માસીના ઘરે બે વર્ષ પહેલા તેનો સંદીપ મોર્યા સાથે પરિચય થયો હતો. તે ઘર પણ આવતો જતો હતો. તે બાદ તેણે લગ્નનો હવાલો આપી સંબંધ પમ બનાવ્યા. આ વચ્ચે તેની સેનામાં નોકરી લાગી ગઇ અને તે ટ્રેનિંગ માટે ચાલ્યો ગયો. આ દરમિયાન પણ તે આવતો જતો રહેતો હતો અને સંબંધ બનાવતો હતો.

છોકરીએ દાવો કર્યો છે કે, તે તેણે લગ્નના બહાને સંબંધ બનાવવા માટે મજબૂર કરી. પરંતુ નોકરી મળ્યા બાદ તેણે સંબંધ તોડી નાખ્યો અને યુવતીના સંબંધીઓએ આની પુષ્ટિ પણ કરી છે. અહીં સુધી કે યુવકે તેના માતા-પિતા સાથે લગ્નની વાત કરી હતી.

આ મામલે ગોરખપુર એસપીએ જણાવ્યુ કે, જિલ્લાના ચૌરીચૌરા થાના ક્ષેત્રના રામપુર રકબાનો રહેવાસી સંદીપ મૌર્યા સેનામાં સિપાહી છે. તેનો તેની જ સમાજની છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ તેના લગ્ન બીજે નક્કી થઇ ગયા હતા. છોકરીએ ઝંગહા થાનામાં એફઆઇઆર દાખલ કરાવી. તેણે તેની ફરિયાદમાં કહ્યુ કે, લગ્નની સૂચના મળવા પર તે તેના સંબંધીઓ સાથે તેના ઘરે પહોંચી ગઇ.

Shah Jina