આયેશાની જેમ બીજી એક દીકરીએ પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું, સાસરી વાળાએ કરી હતી આ માંગ, જાણો વિગત

અમદાવાદની આયશાએ સાબરમતી નદીની અંદર કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. કારણ કે તેને પોતાનું જીવન ટૂંકાવતા પહેલા પોતાનું દુઃખ વીડિયોમાં વ્યક્ત કર્યું હતું. આયેશાને ન્યાય મળે તેના માટે આખો દેશ અવાજ ઉઠાવી રહ્યો હતો એ દરમિયાન જ બીજી એક આયેશાએ પોતાનું જીવન ટૂંકાવી લીધાની ઘટના સામે આવી છે.

ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના ઉઝાની પોયલીસ સ્ટેશન ક્ષેત્રના ગામ સકરી જંગલમાંથી સામે આવી છે. જ્યાં એક યુવતીને લગ્ન પહેલા જ સાસરી પક્ષ તરફથી એવી શરત રાખવામાં આવી જેના કારણે તેને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ગામની રહેવાવાળી શમાની સામે તેના મંગેતરે બાઈક અને બીજા સામાનની માંગણી કરી હતી. તેને જણાવ્યું કે જ્યાં સુધી તેની માંગણી પૂર્ણ નહિ થાય ત્યાં સુધી તે લગ્ન નહીં કરે. એટલું જ નહિ આ સમગ્ર મામલો ગામની પંચાયતમાં પણ પહોંચ્યો.

(પ્રતીકાત્મક તસવીર)

પંચાયત સામે પણ યુવકે જો પોતાની માંગણી નહિ પૂર્ણ થાય તો તેને લગ્ન ના કરવાની વાત બધાની સામે જ જણાવી દીધી. આજ વાતના કારણે દુઃખી થયેલી યુવતીએ ઘરમાં જ ફાંસીના ફંદા ઉપર લટકીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ સમગ્ર ઘટનામાં પોલીસે પરિવારની ફરિયાદના આધારે દહેજ એક્ટ હેઠળ મામલો દાખલ કરી લીધો છે. જો કે આરોપી હજુ પણ ફરાર છે. મૃતકની વિધવા માતા મરિયમે જણાવ્યું કે તેમને પોતાની 22 વર્ષની દીકરી શમાનો સંબંધ બે મહિના પહેલા ગામમાં જ અતિક સાથે કર્યો હતો. બંનેની સગાઈ થઇ ચુકી હતી. તે ખુશી ખુશી પોતાની દીકરીના લગ્નની તૈયારીઓ કરી રહી હતી.

તેમને આગળ જણાવ્યું કે અચાનક નિકાહના ચાર દિવસ પહેલા અતિક આવ્યો અને દહેજમાં બાઈક અને અન્ય સામાનની માંગણી કરવા લાગ્યો. તે કહેવા લાગ્યો કે જો તેની માંગણી પૂર્ણ નહિ થાય તો તે લગ્ન નહિ કરે. જો કે, સંબંધ નક્કી કરતા સમયે દહેજની કોઈ વાત થઇ નહોતી.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસ દ્વારા આ મામલામાં દાખલ થયેલી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, “ઉઝાની પોલીસ સ્ટેશન ક્ષેત્રના સકરી જંગલ ગામ નિવાસી શમા (22)ના લગ્ન બે મહિના પહેલા ગામના જ અતિક નામના યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ લગ્નની તારીખ નજીક આવતા જ તેને લગ્નથી ઇન્કાર કરી દીધો હતો. ગામના લોકોએ રવિવારની સાંજે બંને પક્ષને સમજાવીને મામલો શાંત કરાવ્યો હતો. પરંતુ સોમવારના રોજ ફરી અતિક ના માન્યો તો પંચાયત બેસાડવામાં આવી.

Niraj Patel