લુખ્ખા તત્વો છેડતી કરતા પહેલા ચેતી જજો: બહેનનો હાથ પકડ્યો તો ભાઈએ જાહેરમાં ચાકુ…..

બહેન પર ખોટી નજર નાખતો હતો અને બહેનનો હાથ પકડ્યો તો ગુસ્સામાં ધુંવાપુવા થઈને ભાઈએ ચાકુ લઈને…..

ગુજરાત સમેત દેશભરમાંથી અનેક હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ તો ઘણીવાર અંગત અદાવત મુખ્ય કારણ હોય છે. ત્યારે હાલમાં હત્યાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવકે બીજા યુવકની એટલા માટે હત્યા કરી કારણે મૃતકે હત્યારાની બહેનનો હાથ પકડી લીધો હતો. ખુલ્લેઆમ હત્યા કરનાર આરોપીએ પોલિસને જણાવ્યુ કે, કોઇ મારી બહેનનો હાથ પકડી લે અને હું તેને છોડી દઉં, આવું તો ન થઇ શકે. મેં તેને 18 મહિના પહેલા જ સમજાવ્યો હતો કે બીજીવાર મારી બહેનની તરફ નજર ઉઠાવી જોયુ તો સમજી લેજે જીંદગીથી ઉઠાવી દઇશ. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

પોલિસે હાલ તો આરોપીની ચાકુ સાથે ધરપકડ કરી છે. 11 જૂનના રોજ ખારઘોડા વિસ્તારના ઉત્તરપ્રદેશના મેરઠના ફફુંડા ગામના રોકીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકના પિતા બ્રહ્મચંદે ગૌરવ ઉર્ફે ગબ્બર સામે હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો. હત્યા બાદથી આરોપી ફરાર હતો. જો કે, પોલિસે હત્યારાની મંગળવારના રોદજ ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી ગૌરવે પોલીસને કહ્યું, ’18 મહિના પહેલા રોકીએ મારી બહેનની છેડતી કરી હતી.

આના પર હું અને મારી માતા રોકીના ઘરે ગયા અને તેના પરિવારના સભ્યોને ફરિયાદ કરી. પરિવારજનોએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને કહ્યું કે આ વખતે રોકીને માફ કરી દો. આજ પછી ફરી કોઈ ફરિયાદ નહીં મળે. ત્યારે મેં તેના પરિવારના સભ્યોને કહ્યું કે જો તે ફરીથી છેડતી કરશે તો તેને બચાવવા માટે કોઈ નહીં મળે.’ તેની હત્યા કરનાર ગૌરવે પોલીસને જણાવ્યું કે 11 જૂને મારી બહેન ઘરની બહાર આવી હતી. તે દિવસે રોકી પણ આગળ-પાછળ જતો હતો. ત્યાં રોકીએ બહેનનો હાથ પકડ્યો. આ પછી ગૌરવે ગામમાં જાહેરમાં રોકીને માર માર્યો હતો.

જ્યારે તે જમીન પર પડ્યો ત્યારે તેણે તેની છરી વડે હત્યા કરી. બાદમાં આરોપી ગૌરવ ઘરમાંથી ભાગી ગયો હતો. ગૌરવે કહ્યું કે હું જેલ જવાથી ડરતો નથી. બહેનની ઈજ્જત માટે જેલમાં જવું મંજૂર છે. મંગળવારે બપોરે આ ઘટનાનો ખુલાસો કરતી વખતે સીઓએ કહ્યું કે આરોપીની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપીને હત્યાનો કોઇ અફસોસ પણ નથી.

Shah Jina