ખબર

આ સ્ત્રી કોન્સ્ટેબલે ફોન ન ઉપડતાં તેણીનો સાથીઓ આવ્યા ઘરે, બારણું ખોલતા જ પગ નીચેથી જમીન ખસી ગઈ

35 દિવસ પછી મહિલા કોન્સ્ટેબલે ભર્યું ધ્રુજાવી દેતું પગલું, જુઓ PHOTOS

લોકડાઉનમાં 26 એપ્રિલના રોજ શાલુ ગિરી નામની એક પોલીસ કોન્સ્ટેબલ મહિલાના લગ્ન એક શિક્ષક રાહુલ ગિરી સાથે થયા થા. શાલુ યુપીના ઔરેયાના બિધુના પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહી હતી, તે બિધુનામાં સ્થિત કસ્બામાં ભાડાના મકાનમાં રહેતી હતી.

સોમવારે સાંજે તે પોતાની નોકરી પૂર્ણ કરીને પોતાના ઘરે પહોંચી હતી ત્યારબાદ 2 જૂનની સવારે જયારે ઘણીવાર સુધી શાલુ નોકરી ઉપ્પર પાછી ના ફરી ત્યારે તેના સાથી કર્મીઓએ તેને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન ઉપર પણ વાત ના થઇ શકી. ઘણીવાર સુધી તેનો દરવાજો ના ખુલતા પોલીસ ઘટન સથળે પહોંચી અને દરવાજો તોડીને જોયું તો શાલુની લાશ ઘરમાં લટકેલી પડી હતી.

Image Source

પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇટ નોટ પણ હાથ લાગી છે. તેમાં સામે આવ્યું છે કે શાલુએ પારિવારિક ઝઘડાના કારણે આત્મહત્યા કરી લીધી છે. તેના લગ્નના હજુ 35 દિવસ જ થયા હતા, સાથે એમ પણ જણાવા મળ્યું છે કે તેના પતિ સાથે પણ તેને વિવાદ ચાલી રહ્યો હતો. શાલુએ છેલ્લીવાર તેની બહેન સાથે ફોન ઉપર વાત કરી હોવાનું પણ સામે આવ્યું છે. તેને જણાવ્યું કે શાલુ ફોન ઉપર બહેકેલી વાતો કરી રહી હતી જેના બાદ તેને થોડી શનાકા પણ ગઈ હતી, તેને શાલુને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ તેને છેલ્લે ફોન કટ કરી દીધો હતો. આ મામલે હવે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.