પોતાની દીકરીનું માથું વાઢી અને ચોટલીથી પકડીને પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યો હતો હત્યારો પિતા, કિસ્સો જાણી રૂંવાડા ઊભા થઈ જશે!

આ જાણીને અંદરથી ખળભળી ઊઠશો: આ કારણે દીકરીનું માથું કાપી ચોટલીથી પડકડીને પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યો હતો પિતા

ગુસ્સો માણસને ક્યાંયનો નથી રહેવા દેતો. સમાચાર અને સોશિયલ મીડિયા દ્વારા ગુસ્સાના ખરાબ પરિણામો આવતા આપણે જોયા છે. હાલ એક એવો જ ચકચારી ભરેલો કિસ્સો ઉત્તર પ્રદેશમાંથી આમે આવી રહ્યો છે, જ્યાં એક પિતા પોતાની દીકરીનું કપાયેલું માથું લઈને રસ્તા ઉપર ચાલી રહ્યો હતો.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક વ્યક્તિ પોતાની દીકરીનું ગળું કાપી અને કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હરદોઈના મંજિલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દીકરીના પ્રેમ પ્રસંગથી નારાજ થયેલા પોતાએ ધારદાર હથિયારથી દીકરીનું ગળું કાપી અને હત્યા કરી દીધી હતી.

પોતાની દીકરીનું માથું કાપ્યા બાદ તે દીકરીના કપાયેલા માથાને લઈએં ચાલતો જ પોલીસ સ્ટેશન નીકળી ગયો હતો. રસ્તામાં તેને કેટલાક પોલીસ કર્મીઓએ જોયો ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો. જ્યાં પોલીસને તેને સમગ્ર મામલો જણાવ્યો અને પોતાનો આપરાધ પણ કબુલી લીધો.

પોલીસે જણાવ્યું કે હરદોઈ જિલ્લાના મંજિલા પોલીસ સ્ટેશન વિસ્તારના પાંડે તારા ગામમાં દીકરીના પ્રેમ પ્રસંગથી ગુસ્સામાં ભરાયેલા પિતાએ દીકરીનું માથું કાપી નાખ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસે જણાવ્યું કે આ ઘટના બુધવારે સાંજની છે. આરોપી સર્વેશ દ્વારા ધારદાર હથિયારથી પોતાની 17 વર્ષની દીકરીનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. બાદમાં તેનું કાપેલું માથું લઈને તે ચાલતા જ પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો.

પિતા પોતાની દીકરીના કપાયેલા માથાને ચોટલીથી પકડીને લઇ જઈ રહ્યો હતો ત્યારે તેને જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટના જોઈને લોકોના રુવાડા પણ ઉભા થઇ ગયા હતા.ત્યારે લોકોને એ પણ ખબર નહોતી કે હાથમાં કપાયેલું માથું લઈને જનાર આ વ્યક્તિ કોણ છે ? પરંતુ થોડી જ વારમાં સમગ્ર મામલનો ખુલાસો થયો હતો.

આરોપી સર્વેશ શાકભાજીની ફેરી કરવાનું કામ કરતો હતો. બુધવારના રોજ તેને પોતાની દીકરીને પરિવારના જ કોઈ સદસ્ય સાથે આપત્તીજનક હાલતમાં જોઈ લીધી હતી. ત્યારબાદ તે ખુબ જ ગુસ્સે ભરાઈ ગયો હતો અને તેને પણ સમજમાં આવી રહ્યું નહોતું કે તે શું કરે ?

Image Source

સાંજે સાડા ચાર વાગે તે પોતાના ઘરે આવ્યો અને ઓરડાને સાંકળ લગાવી દીધી. ત્યારબાદ તેને કંઈપણ વિચાર કર્યા વગર જ પોતાની દીકરી ઉપર ફરસીથી હુમલો કરી અને તેનું માથું ધડથી અલગ કરી નાખ્યું. ત્યારબાદ સર્વેશ તેની દીકરીના માથાને ચોટલીથી પકડી અને પોલીસ સ્ટેશન તરફ ચાલવા લાગ્યો.

Niraj Patel