ના પાડવા છત્તાં પણ હવસખોર પત્ની જીજાજી સાથે કરતી રહી વાત, 4 લોકોની હત્યા થઇ, જાણો આખી મેટર

જીજાજી સાથે ગંદી વાત કરતી હતી શરમ વગરની પત્ની, પતિએ કર્યો વિરોધ તો ……

Up Crime News : ઉત્તર પ્રદેશના બાંદામાં પોલીસે આખરે 55 દિવસ બાદ એક જ પરિવારના 4 લોકોની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે જણાવ્યું કે મૃતક ચુન્નુના પુત્ર બલેન્દ્રની પત્ની અનિતા તેના જીજાજી ગંગાસાગર સાથે ફોન પર વાત કરતી હતી,

જેને લઇને બલેન્દ્ર હંમેશા તેના પર ગુસ્સે રહેતો હતો અને આ કારણે બંને વચ્ચે તણાવ ઉભો થયો હતો અને અનિતા ઘર છોડીને તેના પિયર જતી રહી હતી. આ મુદ્દે બંને સાઢૂ (બલેન્દ્ર અને ગંગાસાગર) વચ્ચે ઝઘડો પણ થયો હતો. જે બાદ અનિતાના પિતા રામબહોરી અને જીજાજી ગંગાસાગરે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો.

બંને અનીતાના સાસરે ગયા અને ત્યાં ચુન્નુ સહિત પરિવારના ચાર સભ્યોની હત્યા કરી નાખી. પોલીસે લગભગ 55 દિવસ પછી આ હત્યાનો ખુલાસો કર્યો હતો. આરોપી સસરા રામબહોરીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જીજાજી ગંગાસાગર હજુ પોલીસની પકડથી દૂર છે. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પોલીસે આરોપી રામબહોરી પાસેથી ધારદાર હથિયાર અને લોહીથી લથપથ કપડાં કબજે કર્યા છે. 15 એપ્રિલના રોજ ગીરવાન પોલીસ સ્ટેશન વિસ્તારના બડોખર ગામમાં એક જ પરિવારના 4 લોકોની તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હત્યા કરવામાં આવી હતી.આ હત્યાકાંડ બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જે બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો અને આ મામલાને ઉકેલવા પોલીસની 12 ટીમો કામે લાગી.

પોલીસના જણાવ્યા અનુસાર, ગીરવાન પોલીસ સ્ટેશનના રહેવાસી રામબહોરીએ તેની પુત્રી અનિતાના લગ્ન 10 વર્ષ પહેલા બલેન્દ્ર સાથે કરાવ્યા હતા. બલેન્દ્ર અને અનિતાને 9 વર્ષનો પુત્ર પણ છે. અનીતા તેના જીજાજી ગંગાસાગર સાથે ફોન પર વાત કરતી હતી. કારણ કે તેમની વચ્ચે અફેર હતું. જેને લઇને તેનો પતિ બલેન્દ્ર હંમેશા તેના પર ગુસ્સે રહેતો અને આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતો હતો. ત્યારબાદ અનિતા તેના પિયર જતી રહી અને છેલ્લા 2 વર્ષથી અનિતા તેના પિયર જ હતી.જ્યારે પુત્ર તેના દાદા-દાદી સાથે રહેતો હતો.

ગત માર્ચ માસમાં હોળીના સમયે બે સાઢૂ બલેન્દ્ર અને ગંગાસાગર વચ્ચે આ જ બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ અણબનાવના કારણે 15 એપ્રિલે બલેન્દ્રના સસરા અને તેમના મોટા જમાઇએ બલેન્દ્રના માતા-પિતા, મોટી માં અને તેના પુત્રની નિર્દયતાથી હત્યા કરી દીધી. તે સમયે બલેન્ડ્ર ઘરે ન હોવાના કારણે તેનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જે બાદ પુરાવાના આધારે પોલીસે 55 દિવસ બાદ શનિવારે હત્યાનો કેસ ઉકેલાયો અને સસરાની ધરપકડ કરાઇ અને બીજા આરોપીની શોધખોળ હાલ ચાલુ છે.

Shah Jina