આવી અજીબો ગરીબ હેર સ્ટાઇલ આજ પહેલા તમે પણ ક્યારે નહિ જોઈ હોય, જુઓ વીડિયો અને કહો તમારા ક્યાં ફ્રેન્ડને આ સારી લાગશે

સારા દેખાવવા માટે આજે લોકો અવનવા લુક અપનાવતા હોય છે, કપડાંથી લઈને શૂઝ સુધી અને ચહેરાથી લઈને પોતાનમી હર સ્ટાઇલ ઉપર પણ ઘણો બધો ખર્ચો કરતા હોય છે, દરેક વ્યક્તિ બધાથી અલગ દેખાવવા માંગતો હોય છે અને તે સલૂનમાં જઈને પણ એવી જ અલગ હેરસ્ટાઇલ કરાવતો હોય છે. ઇન્ટરનેટ ઉપર આવી અવનવી હેરસ્ટાઇલના ઘણા બધા વીડિયો અને તસવીરો પણ જોવા મળતી હોય છે, પરંતુ હાલ વાયરલ થઇ રહેલો એક વીડિયો લોકોને પેટ પકડીને હસાવી રહ્યો છે.

આ વીડિયોમાં વ્યક્તિના હેરકટ જોઈને તમારા પણ હોશ ઉડી જશે. તમે પણ કોઈને કોઈ સમયે નવી હેરસ્ટાઈલ કરી હશે, પરંતુ ચોક્કસ તમે ક્યારેય આવા હેરકટ જોયા નહિ હોય. આ વીડિયોમાં દેખાડવામાં આવેલી વ્યક્તિની હેરસ્ટાઈલ એકદમ વિચિત્ર છે. આ વીડિયો જોયા બાદ ઘણા લોકો વ્યક્તિની મજાક ઉડાવી રહ્યા છે. આ આખો વિડિયો જોઈને તમે પણ દંગ રહી જશો.

આ વ્યક્તિના માથાના આગળના વાળ સંપૂર્ણપણે ગાયબ છે. આગળ એક લટ નીકળેલી  દેખાય છે. ધીમે ધીમે કેમેરા વ્યક્તિનું આખું માથું બતાવે છે. માથાના પાછળના ભાગે માત્ર વાળ જ દેખાય છે અને વ્યક્તિએ તે વાળની ​ચોટલી બનાવી છે. ઘણા લોકો આ વિડિયો જોયા પછી પોતાની જાતને પ્રતિક્રિયા આપવાથી રોકી શકતા નથી.

લોકો પણ આ વીડિયો જોઈને ખૂબ એન્ટરટેઈન કરી રહ્યા છે. આ વીડિયો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે. આટલું જ નહીં આ વીડિયો પર હજારો લોકોએ કોમેન્ટ પણ કરી છે. કોમેન્ટ સેક્શનમાં પણ યુઝર્સ અલગ-અલગ રિએક્શન આપતા જોવા મળ્યા હતા. મોટાભાગના લોકોએ આ વીડિયોમાં ફની રિએક્શન જ આપ્યા છે.

Niraj Patel