શનિદેવને ક્રૂર, કર્મફળ દાતા અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિની ચાલનું વિશેષ મહત્વ છે. શનિ ખૂબ જ ધીરે ધીરે ગોચર કરે છે. આ કારણોસર તેમને એક રાશિચક્ર પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા 30 વર્ષનો સમય લાગે છે. શનિની સાડાસાતી ઘણી કષ્ટકારી હોય છે. જે રાશઇ પર શનિની સાડાસાતી ચાલે છે તેનાથી આગળની રાશિ અને 12માં સ્થાનની રાશિને પણ સાડાસાતી અસર કરે છે. શનિદેવને આ ત્રણ રાશિઓમાંથી પસાર થતા સાડા સાત વર્ષનો સમય લાગે છે, જેને સાડાસાતી કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ કે વર્ષ 2038 સુધી શનિની સાડાસાતીનો પ્રભાવ કઇ રાશિઓ પર રહેશે.
હાલમાં શનિ કુંભ રાશિમાં છે જે 2025માં મીન રાશિમાં ગોચર કરશે. વર્ષ 2025માં મેષ રાશિ માટે શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો, મીન રાશિ માટે બીજો તબક્કો અને કુંભ રાશિ માટે છેલ્લો તબક્કો શરૂ થશે. કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતીની અસર 3 જૂન 2027 સુધી રહેશે. શનિનું સંક્રમણ થતાં જ મેષ રાશિના લોકો પર શનિની સાડાસાતી શરૂ થશે, જે 2032 સુધી ચાલશે. વૃષભ રાશિના લોકો પર શનિની સાડાસાતીનું પ્રથમ ચરણ 2027માં શરૂ થશે. મિથુન રાશિના લોકો માટે 8 ઓગસ્ટ 2029થી શનિની સાડાસાતી શરૂ થશે જે ઓગસ્ટ 2036 સુધી ચાલશે. કર્ક રાશિના લોકો પર શનિની સાડાસાતીની અસર મે 2032થી શરૂ થશે, જે 22 ઓક્ટોબર 2038 સુધી રહેશે. આવી સ્થિતિમાં 2025 થી 2038 દરમિયાન શનિની નજર કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન અને કર્ક રાશિના લોકો પર રહેશે.
3 રાશિના જાતકોને મળશે મુક્તિ
2025માં શનિનો મીન રાશિમાં પ્રવેશ થતાં જ મકર રાશિના લોકોને શનિની સાડાસાતીથી મુક્તિ મળશે. આ સાથે જ કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિનો પ્રભાવ પણ સમાપ્ત થશે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)