અજબગજબ

આ છે વિશ્વના એવા 5 રહસ્યો કે જેને આજ સુધી વૈજ્ઞાનિકો પણ ઉકેલી નથી શક્યા

આપણી દુનિયા લાખો-કરોડો રહસ્યોથી ભરેલી છે. જો કે ઘણા રહસ્યો એવા છે કે જેને વૈજ્ઞાનિકોએ ઉકેલ્યા છે પણ ઘણા રહસ્યો હજુ પણ વણઉકેલ્યા રહયા છે. મોટાભાગના રહસ્યો આજે પણ રહસ્ય જ રહ્યા છે. વૈજ્ઞાનિકો વર્ષોથી આ રહસ્યોને હલ કરવામાં રોકાયેલા છે. આજે અમે તમને એવા જ કેટલાક રહસ્યોની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

મિસ્ર –

Image Source

મિસ્રમાં ખોદકામ દરમ્યાન એક વિશાળ સ્તંભ મળ્યો હતો. 42 મીટર લાંબો આ સ્તંભ લગભગ 1200 ટન વજનનો છે. ઇતિહાસકારોની માનીએ તો નિર્માણ દરમ્યાન પથ્થરમાં તિરાડ પડી જવાને કારણે આને અધૂરું જ છોડી દેવામાં આવ્યું, પણ આ વાત હજુ પણ રહસ્ય છે કે આટલો વિશાલ સ્તંભ કેવી રીતે ઉઠાવવામાં આવતો હતો.

યોનાગુની –

Image Source

જાપાનમાં એક ગોતાખોર કિહાચિરો અરાતાકે સમુદ્રમાં ડૂબેલા એક વિશાળ ઢાંચાની શોધ કરી હતી, જેને યોનાગુનીનું ડૂબી ગયેલું શહેર કહે છે. એવું માનવામાં આવે છે કે આ ઢાંચો 10 હજાર વર્ષ પહેલાં ડૂબી ગયો હતો. વૈજ્ઞાનિકો માને છે કે પાષાણ યુગ પછી જ્યારે મનુષ્ય પ્રથમ વખત ગુફાઓમાંથી બહાર આવ્યો, ત્યારે તેમને આવો ઢાંચો બનાવ્યો હશે. જો કે આ માત્ર એક અનુમાન છે હકીકત નથી.

કોસ્ટા રિકા –

Image Source

કોસ્ટા રિકામાં પથ્થરના ઘણા વિશાલ દડાઓ છે, જે વર્ષ 1930માં છોડવાઓને રોપવા દરમ્યાન મળ્યા હતા. ખાસ વાત એ છે કે પથ્થરના આ દડાઓ એકદમ ગોળ છે. હવે આ દડાઓ કોને બનાવ્યા અને કેમ બનાવ્યા એ રહસ્ય જ છે. પૌરાણિક કથાઓની માનીએ તો આ દડાઓમાં સોનુ હતું.

ટિવાનાકુ –

Image Source

બોલિવિયામાં ટિવાનાકુ નામનું એક સ્થળ છે, જેને રહસ્યમય શહેર કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલા અહીં એક આબાદ શહેર વસેલું હતું. અહીં એક દરવાજો છે, જેને ‘ગેટ ઓફ સન’ કહેવામાં આવે છે, જે આજે પણ રહસ્ય બનેલું છે. વૈજ્ઞાનિકોને લાગે છે કે આ દરવાજાની મદદથી એ સમયે ગ્રહોની સ્થિતિનો અંદાજ કાઢવામાં આવતો હશે. જો કે, આ વિશેની ચોક્કસ માહિતી કોઈને ખબર નથી.

સાકસેગેમન મંદિર –

Image Source

પેરુમાં એક પૌરાણિક મંદિર છે, જેનું નામ સાકસેગેમન મંદિર છે. આ મંદિર મોટા-મોટા પથ્થરોથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરની એક દિવાલ ખૂબ જ વિશેષ છે. જેની સૌથી મોટી વિશેષતા એ છે કે આ દિવાલના પથ્થરો એકબીજા સાથે જોડાયેલા છે. આ વિશે કોઈ પણ જાણી નથી શક્યું કે આ પથ્થરો જોડવા માટે કઈ વસ્તુનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એ હજુ પણ રહસ્ય છે કે હજારો વર્ષો પહેલા, આ પથ્થરોને આટલી ઝીણવટથી કેવી રીતે લગાવવામાં આવ્યા હશે અને એકબીજાની ઉપર ગોઠવવામાં આવ્યા હશે.