“તારક મહેતા”ના જેઠાલાલનું આવુ છે ઘર, ખૂબ જ સરસ રીતે સજાવ્યુ છે, જુઓ તસવીરો

આવું દેખાય છે તારક મહેતાના જેઠાલાલનું ઘર, સાદગી મોહી લેશે તમારુ મન

ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સતત 12-13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા પાત્રો તેના મનોરંજક અંદાજ માટે જાણીતા છે, પરંતુ આ બધામાં ‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી તેમના મજાકિયા અંદાજથી ઘણા દર્શકોનું દિલ જીતે છે.

તમે ઓનસ્ક્રીન તો જેઠાલાલનો પરિવાર જોયો જ હશે, પરંતુ આજે અમે તેમના રિયલ લાઇફ પરિવાર વિશે જણાવીશુ. દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ થયો હતો. જેઠાલાલનું નામ દિલીપ જોશી છે,

લાંબાં સમયથી તેઓ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. પરંતુ તેમને ઓળખ આ શો દ્વારા મળી હતી. તેમણે બોલિવુડના દબંગ સલમાન ખાન સાથે પણ ફિલ્મમાં કામ કર્યુ છે. તે “મેંને પ્યાર કિયા” અને “હમ આપકે હે કોન” જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

ટીવીનો ફેમસ અને લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા સતત 13 વર્ષથી દર્શકોનુ મનોરંજન કરી રહ્યો છે. આ શોએ થોડા સમય પહેલા તેના 3 હજાર એપિસોડ પૂરા કર્યા હતા. આ શોના કલાકારો પણ શોની જેમ ફેમસ છે. આવા જ એક કલાકાર છે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી.

દિલીપ જોશીને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. દિલીપ જોશી અસલ જીવનમાં ઘણા સિંપલ અને શર્મીલા છે. તે એકદમ સાદગી ભરેલ જીવન જીવે છે. તેમનું ઘર એ વાતની સાબિતી છે. કેટલાક સમય પહેલા સોશિયલ મીડિયા પર દિલીપ જોશી તેમના જીવની ઝલકો શેર કરી ચૂક્યા છે.

દિલીપ જોશી ઘણા લાંબા સમયથી અભિનયમાં છે. ચાહકો તેમના એક્સપ્રેશ અને કોમેડીના કાયલ છે. તારક મહેતા શોમાં તેઓ એક ગુજરાતી વ્યવસાયી જેઠાલાલની ભૂમિકા નીભાવે છે. જે ગોકુલધામ સોસાયટીમાં રહે છે. શોમાં તેમના પાત્રને ઘણુ પસંદ કરવામાં આવે છે.

દિલીપ જોશીનું મુંબઇમાં પોતાનુ એક ખૂબસુરત ઘર છે. જેને તેમણે ખૂબ જ સાદગીથી સજાવ્યુ છે. તેમના ઘરમાં ઘણા છોડ છે, જે ઘરમાં તાજી હવા અને શાંતિ લાવે છે. દિલીપ જોશીને ભણવાનો ઘણો શોખ છે, એટલા માટે તેમના ઘરમાં પુસ્તકો પણ ઘણા છે.

વર્ષ 2020માં દીલિપ જોશીએ ચાહકો સાથે તેમના ઘરમાં થયેલ ગણેશ પૂજાની તસવીર શેર કરી હતી, જેમાં તે સિંપલ કુર્તામાં જોવા મળ્યા હતા. તેઓ ગણેશજીની મૂર્તિ સામે પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા હતા.

તસવીર શેર કરતા તેમણે લખ્યુ હતુ કે, “પ્રણામ્ય શિરસા દેવમ ગૌરી પુત્રમ વિનાયકમ”. ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. મને ઉમ્મીદ છે કે, આ વર્ષે બધા ઘરે સુરક્ષિત રૂપથી જશ્ન મનાવી રહ્યા છે અને આ મહામારીને દૂર ભગાવવામાં ગણપતિ બાપાની મદદ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, દિલીપ જોશીએ ટીવી શો ઉપરાંત કેટલીક બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તમને જાણીને હેરાની થશે કે તારક મહેતા માટે દિલીપ જોશીને ચંપકલાલ ગડાનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે ના કહી હતી કારણ કે તેમને લાગતુ હતુ કે તે વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા સાથે ન્યાય નહિ કરી શકે, તે બાદ તેમને જેઠાલલાનો રોલ આપવામાં આવ્યો.

Shah Jina