મનોરંજન

8 વર્ષ પછી સામે આવી ઐશ્વર્યા રાયના બેબી શૉવરની તસ્વીરો, ઐશ્વર્યા દેખાઈ રહી હતી દુલ્હન જેવી- જુઓ 10 PHOTOS

કેટલાક દિવસો પહેલા જ ઐશ્વર્યા રાયના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જેમાં અમિતાભ બચ્ચન, જ્યા બચ્ચન અને આખા પરિવારના બધા જ લોકો નાચતા-ગાતા દેખાયા હતા. ત્યારે હવે ઐશ્વર્યાના બેબી શૉવરની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

Image Source

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન વર્ષ 2007માં થયા હતા. ઐશ્વર્યા રાયે વર્ષ 2011માં દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો. આ પહેલા તેનું બેબી શૉવર થયું હતું. તેની તસ્વીરો હાલ વાયરલ થઇ રહી છે.

Image Source

આ તસ્વીરોમાં બચ્ચન પરિવાર સંપૂર્ણ રીતરિવાજ સાથે ઐશ્વર્યાની બેબી શૉવરની બધી જ વિધિઓ પૂરી કરતા દેખાઈ રહ્યો છે. આ તસ્વીરોમાં ઐશ્વર્યાની મા વૃંદા રાય પણ જોવા મળી રહી છે.

Image Source

પોતાના બેબી શૉવરમાં ઐશ્વર્યા ગોલ્ડન કલરની સાડીમાં દેખાઈ રહી છે, અને સોળે-શણગાર કરીને બેસેલી ઐશ્વર્યા આ તસ્વીરોમાં ખૂબ જ સદર દેખાઈ રહી છે.

Image Source

વાળમાં ગજરો, ગાળામાં ભારે ઘરેણા અને બંગળીઓ પહેરીને ઐશ્વર્યા કોઈ દુલ્હન જેવી જ દેખાઈ રહી હતી. આ દરમ્યાન તેમની સાથે અભિષેક બચ્ચન ન દેખાઈ રહયા છે. આ તસ્વીરોમાં અભિષેક બચ્ચને મહેંદી રંગનો કુર્તો પહેરેલો છે.

Image Source

વાયરલ થયેલી એક તસ્વીરોમાં અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાયનો ગજરો ઠીક કરતા પણ જોવા મળે છે. ઐશ્વર્યાની મા હાથમાં પૂજાની થાળી લઈને ઉભેલી દેખાઈ રહી છે.

Image Source

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને પણ ઐશ્વર્યાને આશીર્વાદ આપ્યા હતા. આ તસ્વીરોમાં અમિતાભ બચ્ચન લાલ રંગના કુર્તામાં અને જયા બચ્ચન પીળા રંગની સાડીમાં જોવા મળી રહયા છે.

Image Source

ઐશ્વર્યાના બેબી શૉવરમાં બોલિવૂડની હસ્તીઓએ પણ હાજરી આપી હતી, ઉર્મિલા માતોંડકર, ટ્વીન્કલ ખન્ના, સોનાલી બેન્દ્રે, માન્યતા દત્ત, રીતુ નંદા, નીતુ કપૂર, નીલમ કોઠારી, માના શેટ્ટી, વૈભવી મર્ચન્ટ, પૂનમ સિંહા, કરણ જોહર હાજર રહયા હતા.

Image Source

આ પ્રસંગે બાન્દ્રામાં આવેલું બચ્ચન પરિવારનું ઘર ફૂલોથી સજાવવામાં આવ્યું હતું અને ઘણા મહેમાનોએ હાજરી આપી હતી.

Image Source

અભિષેક બચ્ચન સાથે અચાનક જ સગાઇ થવા બાબતે ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘એને મને પ્રપોઝ કર્યું, એ ખૂબ જ સારો હતો. આ બધું જ અચાનક થયું. મને ખબર ન હતી કે કોઈ રોકા સેરેમની પણ હોય છે. હું સાઉથ ઇન્ડિયન છું તો આ વિશે જાણતી ન હતી. પછી અચાનક જ તેમના ઘરેથી કોલ આવ્યો કે અમે આવી રહયા છીએ.’

આગળ જણાવતા ઐશ્વર્યાએ કહ્યું, ‘અભિષેકે ફોન કરીને કહ્યું, અમે આવી રહયા છીએ અને હું પપ્પાને નથી રોકી શકતો. અમે રસ્તામાં છીએ. અમે તારા ઘરે આવી રહયા છીએ. મને લાગ્યું હે ભગવાન. મારા પપ્પાને કોલ કર્યો હતો અને તેઓ શહેરની બહાર હતા. પરંતુ મા ઘરે જ હતી. તેઓ અમારા ઘરે આવ્યા. એ બધા જ ભાવુક હતા. મને સમજાતું ન હતું કે આ શું થઇ રહ્યું છે.’

 

View this post on Instagram

 

✨Happiness always💝

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

અભિષેક બચ્ચન છેલ્લે અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્ઝીયામાં જોવા મળ્યો હતો અને જલ્દી જ એમેઝોન પ્રાઈમની બ્રીધ સીઝન 2માં જોવા મળશે. ઐશ્વર્યા હાલ મણિ રત્નમનાં પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks