કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે અને હજુ પણ આ લોકડાઉનમાં વધારો થઇ શકે છે ત્યારે લોકોની માંગણીને માન આપી અને ટીવી જગતની સૌથી પ્રખ્યાત ધારાવાહિક રામાયણને ફરીવાર પ્રસારણ કરવાનું નક્કી કર્યું હતું, ત્યારે લોકોમાં આ ધારાવાહિકને લઈને ખાસી લાગણી પહેલાની જેમ જ જોવા મળી છે, લોકડાઉન દરમિયાન ઘરે બેઠા મનોરંજન માણવા માટે રામાયણ ખુબ જ ઉપયોગી થઇ રહ્યો છે.

રામાયણમાં ઘણા દૃશ્યો મનમહોક છે ત્યારે આજે અમે તમને રામાયણના શૂટિંગ દરમિયાનની કેટલીક એવી દુર્લભ તસવીરો બતાવવાના છીએ જે આજ પહેલા તમે ક્યારેય નહિ જોઈ હોય.

આપણે સૌ જાણીએ છીએ કે રામાયણ ધરાવહિક રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવી હતી જેમાં રામના મુખ્ય પાત્ર તરીકે અરુણ ગોવિલ હતા અને સીતાના અભિનયમાં દીપિકા ચીખલીયા જોવા મળ્યા હતા આ ઉપરાતં રાવણમાં અરવિંદ ત્રિવેદી અને હનુમાનમાં દારા સિંહ જેવા કલાકારોએ અભિનય કર્યો હતો.

આજે ટેક્નોલોજી ખુબ જ વધી ગઈ છે, આજે એડિટિંગ કરવા માટે VFX અને ગ્રાફિક્સનો પુષ્કળ ઉપયોગ થાય છે જયારે રામાયણ બન્યું ત્યારે આ બધું નહોતું જેના કારણે લીલા અને વાદળી પડદાઓ દ્વારા જ ઈફેક્ટ આપવામાં આવતી હતી, રાવણને પુષ્પક વિમાનમાં પણ આ રીતે જ ઉડતો જોવા મળ્યો હતો.

સીતાનો સ્વયંવર જોવાનો લ્હાવો તો દરેક વ્યક્તિએ લીધો જ હશે, આ તસવીરમાં તમે જોઈ શકો છો કે રામાનંદ સાગર રામ અને બીજા પાત્રોને ડ્રાસુહ્ય સમજાવી રહ્યા છે.

રામાયણમાં રામનો કિરદાર નિભાવનાર અરવિંદ ત્રિવેદી અને રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ બંને સારા મિત્રો પણ હતા, તેમની મિત્રતાના પુરાવા શૂટિંગ દરમિયાનની કેટ્લીક તસવીરોમાં પણ મળે છે.

રામાનંદ સાગરે આ ધારાવાહિકમાં પ્રાણ પૂર્યા હતા એમ કહેવામાં પણ નવાઈ નથી, તેઓ એક એક દૃશ્યને ખુબ જ ચીવટ દ્વારા સમજાવતા હતા, એ તમે તસવીરમાં જ જોઈ શકો છો.

રામાયણનું મોટાભાગનું શૂટિંગ મુંબઈ અને ગુજરાતમાં થયું હતું અને તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે રામાયણની અંદર અભિનય કરનારા ઘણા કલાકારો પણ ગુજરાતી હતા. જેમાં રાવણ અને વિભીષણ પણ છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.