અજબગજબ કૌશલ બારડ

યોગી આદિત્યનાથની એવી ખાસ તસ્વીરો, જે આજ પહેલા તમે કદી નથી જોઈ! જોવા માટે ક્લીક કરો

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રસિદ્ધીની બાબતમાં અન્ય નેતાઓ કરતા ઘણા આગળ નીકળી ચૂક્યા છે. એકદમ ટૂંકા સમયમાં, રાષ્ટ્રીય સ્તરના આંગળીના વેઢે ગણાય તેવાં મોટા નામોમાં યોગીનો સમાવેશ કરવો જ પડે તેવી શાખ તેમણે બાંધી લીધી છે! ૨૦૧૭માં મુખ્યમંત્રી બન્યા બાદ મોટા રાજનીતિ વિશ્લેષ્કોને પણ મોંમાં આંગળાં મૂકાવે એવી તેમની ઇમેજ બની ગઈ છે. ગુજરાતમાં પણ લોકો યોગીના ચાહક છે.

ભગવા રંગની ધોતી અને એ જ કેસરીયાળા ઝબ્બામાં સજ્જ ભગવાધારી યોગીને તો આપણે કાયમ જોઈએ છીએ, પણ અહીઁ યોગી આદિત્યનાથની એવી કેટલીક તસ્વીરો દેખાડવાનો આશય છે, જે તમે કદાચ પહેલા જોઈ જ નહી હોય! યોગીનાં બાળપણથી લઈ, કોલેજકાળ, યુવાની અને સંન્યાસગ્રહણ સુધીના એવા કેટલાક ફોટોગ્રાફ્સ અહીઁ મૂક્યા છે – જેમાં યોગીને કદાચ તમે પહેલી નજરે ઓળખી પણ નહી શકો. અમુક તસ્વીરો અમુક ખાસ પ્રસંગોની પણ છે. ચાલો જોઈએ એ રસ પડે તેવા ફોટોગ્રાફ્સ :

આ તસ્વીર યોગી આદિત્યનાથનાં બાળપણની છે. ઉત્તરાખંડના પૌડ઼ી ગઢવાલ જિલ્લામાં આવેલ પંચૂરી ગામમાં ક્ષત્રિય પરિવારમાં અજયસિંહ બિષ્ટના નામથી તેનું બાળપણ વીત્યું હતું. ફોટો તેમના ઘરની સામેનો જ છે.

આ ફોટો અજયસિંહ બિષ્ટની કિશોરાવસ્થાનો છે. તેમના પિતા આનંદસિંહ જંગલખાતામાં રેન્જ ઓફિસર હતા. બાદમાં તેમણે ટ્રાન્સપોર્ટનો ધંધો ચાલુ કરેલ. યોગીનું મૂળ વતનનો ઉત્તરાખંડ છે. જો કે, એ વખતે ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશનો જ ભાગ હતું.

આ તસ્વીરમાં યોગી પોતાના જાતમિત્ર સંજયસિંહ બિષ્ટ સાથે જોવા મળે છે. (તસ્વીરમાં જમણીબાજુ)

પોતાના ભાઈબહેન સાથે યોગી આદિત્યનાથની આ તસ્વીર બાળપણની છે. તેઓ સાત ભાઈબહેન છે. યોગીનો ક્રમ પાંચમો છે.

ઉપર્યુક્ત ફોટામાં પૂર્વાશ્રમના અજયસિંહ અને આજના યોગી આદિત્યનાથ મિત્રો સાથે ઢાબા પર આનંદ લેતા દેખાઈ આવે છે.

આ તસ્વીર યોગીના કોલેજકાળ દરમિયાનની છે. કોલેજ પિકનિક પર તેઓ મિત્રો સાથે છે. ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથે ગણિતમાં એમ.એસસી કરેલું છે.

આ તસ્વીરમાં પણ યોગી પોતાના સહપાઠી મિત્રો સાથે વાહનમાં સફર ખેડતા જણાય છે. ફોટામાં ડાબેથી પહેલા!

આ ફોટો છે અજયસિંહ બિષ્ટના સંન્યાસગ્રહણ સમયનો. ગોરખપુરમાં આવેલ પ્રખ્યાત ગોરખપીઠમાંથી તેમણે નાથ સંપ્રદારની દીક્ષા લીધી અને ‘યોગી આદિત્યનાથ’ તરીકે ઓળખાયા.

ઉપરનાં ચિત્રમાં યોગી પોતાના ગુરૂ અને ગોરખપીઠના પીઠાધીશ્વર અવૈદ્યનાથની અંતિમયાત્રામાં જોડાયેલા છે. તસ્વીર ૨૦૧૪ની છે. અવૈદ્યનાથ જ યોગીના ગુરૂ હતા. તેમણે જ યોગીને દીક્ષા પણ આપેલ. ગોરખપુરથી યોગી સાંસદ બન્યા એ પણ અવૈદ્યનાથની જ કૃપાથી! મહંત અવૈદ્યનાથ પછી ગોરખપીઠના પીઠાધીપતિ તરીકે યોગીની વરણી થઈ છે.

આ ફોટોગ્રાફમાં નાથ સંપ્રદાયની દીક્ષા લઈ સંન્યાસ ગ્રહણ કર્યા બાદ બદલાયેલા સ્વરૂપમાં યોગી નજરે ચડે છે.

પ્રસ્તુત તસ્વીરમાં દશેરાનાં પર્વ દરમિયાન નીકળેલી યાત્રાનું નેતૃત્વ કરતા યોગી દેખાઈ આવે છે.

યોગી આદિત્યનાથનો પશુપ્રેમ વિખ્યાત છે. આ તસ્વીર બેંગકોકની છે. યોગીના ખોળામાં વાઘને જોઈ શકાય છે!

વળી, આવી જ એક તસ્વીર તેમના વાનરપ્રેમને પણ દર્શાવે છે. મુખ્યમંત્રી યોગી કામ કરી રહ્યા છે અને એક વાનર તેમના ખોળામાં બેઠો છે!

આ તસ્વીર ગોરખપીઠની છે. યોગીનો પોતાના પાલતુ શ્વાન પરનો સ્નેહ જોઈ શકાય છે!

ઉપર દર્શાવેલ ફોટામાં યોગી નાતને જમણ પીરસી રહ્યા છે. લોકોનો જમણવાર ચાલુ છે. પંગત પડી ગઈ છે.

પ્રસ્તુત ફોટોગ્રાફમાં યોગી કાર ચલાવી રહ્યા છે. સ્ટિયરિંગ ઘૂમાવીને ડ્રાઇવિંગ ટેસ્ટ કરતા યોગી!

આશા છે કે, આપને આ રસપ્રદ આર્ટિકલ પસંદ પડ્યો હશે. કંઈક રોચક અને નવી જાણકારી મળવાની આશા ફળી હોય તો આપના મિત્રો સાથે પણ લીઁક શેર કરશો, ધન્યવાદ!