ત્રણ -ત્રણ પેઢી આજે બોલીવુડમાં જોવા મળે છે. ત્યારે ત્રીજી પેઢીના કારણે 35 વર્ષથી દૂર થયેલો પરિવાર એક સાથે જોવા મળ્યો હતો. જી, અમે વાત કોની કરી રહ્યા છે એ તો તમે સમજી જ ગયા હશો ?
અમે વાત કરવા જઈ રહ્યા છીએ દેઓલ પરિવારની. આ એક એવો પરિવાર છે જેની ગણના એક રિસ્પેકટડ પરિવાર તરીકે થાય છે. આજે દેશ ભરના લોકો દેઓલ પરિવારને પ્રેમ કરે છે. આજે દેઓલ પરિવારની ત્રીજીપેઢીએ પણ બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. સની દેઓલના પુત્ર કરણ દેઓલે ‘પલ પલ દિલ કે પાસ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના રિલીઝ થઇ હતી. પરંતુ આ ફિલ્મના રિલીઝ પહેલા પ્રીમિયમ ફંક્શનમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેને જોઈને લોકો અચરજ પામી ગયા હતા.
આ ફિલ્મના પ્રીમિયમમાં દેઓલ પરિવાર વર્ષો પછી લાઇમલાઇટમાં જોવા મળ્યો હતો. આ પ્રીમિયમમાં પૌત્રોનો ઉત્સાહ વધારવા ધર્મેન્દ્ર પણ આવપ પહોંચ્યો હતો. તો ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર અને સની દેઓલની પત્ની પૂજા દેઓલ પણ આજની પેઢીનો ઉત્સાહ વધારવા પહોંચ્યા હતા.
આટલા વર્ષો બાદ ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર આવી પહોંચતા બધા જ કેમેરા તેના પર હતા. સોશિયલ મીડિયા પ્રકાશ કૌરના ફોટો પણ વાયરલ થયા છે.
જણાવી દઈએ કે, પ્રકાશ કૌર મીડિયા ઇવેન્ટ અને ફંક્શનથી દૂર જ રહે છે. પરંતુ વાત તેના પૌત્ર કરણની આવી તો તે ખુદને અહીં આવવા માટે રોકી ના શકી. આ દરમિયાન પ્રકાશ કૌર બહુજ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેને સલવાર શૂટ પહેર્યું હતું.
ધર્મેન્દ્ર અને તેની પહેલી પત્ની પ્રકાશ કૌર નજરે આવી હતી. લોકોથી ઘણા સમય સુધી દૂર રહેનારી પ્રકાશ કૌરની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
સ્ક્રીનિંગમાં પ્રકાશ કૌર તેના પૌત્રનો વિશ્વાસ વધારતી નજરે આવી હતી. તો ધર્મેન્દ્ર અને પ્રકાશ બન્ને અલગ-અલગ સ્પોટ થયા હતા.
આ ખાસ મૌકા પર સની દેઓલની પત્ની પૂજા દેઓલ પણ નજરે આવી હતી. પૂજા દેઓલ પણ ઘણા સમય બાદ મીડિયા સામે જોવા મળી હતી. પુરા પરિવાર માટે આ બહુજ ખાસ મૌકો હતો. આ રીતે આખો દેઓલ પરિવાર બહુજ ઓછો સાથે જોવા મળે છે.
View this post on Instagram
Then And Now- Happy 65th wedding anniversary to #Dharmendra and #PrakashKaur.
ધર્મેન્દ્ર આ પહેલા પણ પૌત્ર કરણ સાથે ફિલ્મથી જોડાયેલા ઇન્ટરવ્યૂ અને પ્રમોસન ઇવેન્ટમાં નજરે આવ્યો હતો. તેઓએ હાલમાં જ ફિલ્મને લઈને એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં ફેન્સને આ ફિલ્મ જોવા માટે કહ્યું હતું. આ ફિલ્મ ધર્મેન્દ્રના પ્રોડક્શન હાઉસ ‘વિજેતા ફિલ્મ્સે’ બનાવી છે.
ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ ના ડાયરેક્ટર સની દેઓલ છે. તેને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેના પુત્રની પહેલી ફિલ્મમાં કોઈ પણ રીતે તેના પિતા ને શામેલ કરવા માંગે છે. તેથી તેને ‘પલ પલ દિલ કે પાસ’ ટાઈટલની પસંદગી કરી હતી. આ ફિલ્મનું ટાઇટલ ધર્મેન્દ્રની ફિલ્મ ‘બ્લેકમેલ’નું ગીત ‘પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો’થી લેવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે, ધર્મેન્દ્ર અને પ્રકાશે 1954માં લગ્ન કર્યા હતા. બન્નેના ચાર બાળકો સની,બોબી, વિજેતા અને અજિતા છે.
જણાવી દઈએ કે, ધર્મેન્દ્રએ તેની પત્ની પ્રકાશ કૌર સાથે છૂટાછેડા લીધા વગર જ હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. પ્રકાશ કૌરે ધર્મેન્દ્રને છૂટાછેડા આપવાનો ઇન્કાર કરી દેતા ધર્મેન્દ્રએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્ય કર્યા બસ હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. કાયદા પ્રમાણે પહેલી પત્ની હોવા છતાં બીજા લગ્ન ના થઇ શકે. હેમા અને ધર્મેન્દ્રને બે પુત્રી અહના અને ઇશા.
જણાવી દઈએ કે સની દેઓલ અને પૂજા દેઓલના લગ્ન વર્ષ 1984માં થયા હતા. તેમને બે દીકરા છે કરણ દેઓલ અને રાજવીર દેઓલ છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.