મનોરંજન

ચહલ ભાઈના લગ્નથી લઈને પીઠી સુધીની એવી એવી તસવીરો જે તમે ક્યારેય નહીં જોઈ હોય, જુઓ તમામ તસવીરો

ભારતીય ટીમના સ્પિનર બોલર યજુવેન્દ્ર ચહલ લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. તેના લગ્નથી લઈને સગાઈ અને પીઠીની પણ ઘણી જ તસવીરો વાયરલ થઇ છે, પરંતુ હજુ ઘણી એવી તસવીરો છે જે તેના ચાહકોની નજરથી દૂર છે. ચાલો આજે અમે તમને અહીંયા ચહલની એ બધી જ તસવીરો બતાવીશું જે જોઈને તમે પણ ખુશ થઇ જશો. (Photo Courtesy: Instagram)

ચહલે લગ્ન તો ખુબ જ ખાનગી  રીતે કરી લીધા, પરંતુ લગ્ન બાદ તે લગ્નની એક પછી એક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતો ગયો.

માત્ર ચહલ જ નહીં ધનાશ્રી પણ પોતાના લગ્નની તસવીરો શેર કરતી રહી, સાથે બંને એક સરખું જ કેપશન પોતાની પોસ્ટમાં રાખતા હતા.

આ તસ્વીરમાં ચહલ વરરાજાના ડ્રેસમાં જાન લઈને જતો ગાડીમાં જોઈ શકાય છે. ગાડીનું સનરૂફ ખોલી અને તે બહાર માથું કાઢી ઉભો છે તો તેની બાજુમાં ફૂલોનો ગુલદસ્તો છે.

તો ચહલે પોતના લગ્ન નિમિત્તે સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચહલ અને ધનાશ્રીએ ડાન્સ પર્ફોમન્સ પણ આપ્યું હતું, તેની પણ તસ્વીર તમે જોઈ શકો છો.

ચહલે લગ્ન બાદ પોતાના પીઠીના પ્રસંગની તસવીરો પણ શેર કરી હતી, તે પણ ખુબ જ વાયરલ થઇ હતી.

તસ્વીરમાં જોઈ શકાય છે કે ચહલ અને ધનાશ્રી ખુબ જ મસ્તી પણ કરી રહ્યા છે અને તેમના ચહેરા ઉપર ખુબ જ ખુશી પણ જોવા મળી રહી છે.

ધનાશ્રી લગ્નસ્થળની આસપાસ ફરી રહી હતી તે દરમિયાનની તસ્વીર પણ કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. જેમાં તે ફોટોગ્રાફરને પોઝ આપતી જોવા મળી રહી છે.

લગ્ન પહેલા ફોટોગ્રાફર કપલના પોટ્રેટ ફોટો પાડતા હોય છે. ધનાશ્રીના ફોટોગ્રાફરે પણ તેના પોટ્રેટ ફોટો પાડ્યા હતા. તે દરમિયાનની તસ્વીર પણ તમે જોઈ શકો છો.

શિયાળાની મોસમ છે. તો ઠંડી તો લાગવાની જ. એક તસ્વીરમાં ધનાશ્રી શૉલ ઓઢીને બેઠેલી દેખાઈ રહી છે. હવે એ કહેવું મુશ્કેલ છે કે ધનાશ્રીએ ઠંડીના કારણે શૉલ ઓઢી છે કે પછી રિવાજમાં કોઈએ તેને શૉલ ઓઢાવી છે.

તો આ બધી એવી તસવીરો છે જે તમે પણ ભાગ્યે જ જોઈ હશે. કેટલા રોમનેટિક લાગે છે ચહલ અને ધનાશ્રી.

 

View this post on Instagram

 

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23)

આપણા ચહલ ભાઈની પીઠીનું ફોટો આલ્બમ, જુઓ ધનાશ્રી સાથે કેવી કરી મસ્તી: ચહલ અને ધનાશ્રીએ પોતાની સગાઈની તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરો પણ ખુબ વાયરલ થઇ છે.

Image Source (Instagram: Yuzvendra Chahal)

ચહલ અને ધનાશ્રીએ પોત પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની પીઠી રસમની તસવીરો શેર કરી જે ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે અને બંનેની તસવીરો ઉપર ચાહકો પણ ખુબ જ પ્રેમ લૂંટાવી રહ્યા છે.

Image Source (Instagram: Yuzvendra Chahal)

આ તસ્વીરોને ધનાશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવાની સાથે જ લખ્યું છે. “આ છે પીળું, અમારી પીઠી.” પીઠી ની આ તસ્વીર ખુબ વાયરલ થઇ અને ફેન્સ એ કોમેન્ટમાં શુભકામના આપી.