બોલિવૂડ સેલિબ્રિટીઝની ઘણી તસ્વીરો આપણે જોઈ હશે અને ઘણી તસ્વીરો અવારનવાર સામે આવતી રહેતી હોય છે. પણ એ જ સેલેબની જૂની તસ્વીરો આપણને ઘણી ઓછી જોવા મળે છે. ઘણી વાર તો એટલી જૂની તસ્વીરો સામે આવી જાય છે કે જેને આપણે ક્યારેય જોઈ જ નથી હોતી. ત્યારે આજે અમે તમારા માટે એવી જ કેટલીક તસ્વીરો લઈને આવ્યા છીએ કે જે તસ્વીરો સેલેબ્સની છે અને ઘણી જૂની તસ્વીરો છે.

એટલે કે તેઓ પોતાની યુવાનીના દિવસોમાં અને ટીનએજના અને બાળપણના દિવસોમાં કેવા દેખાતા હતા એ આ તસ્વીરોમાં તમે જોઈ શકશો. આ તસ્વીરો ખૂબ જ ઓછા લોકોએ જોઈ હશે અને એવી જ તસ્વીરો અમે તમારા માટે લઈને આવ્યા છીએ –
આ તસ્વીર બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાનના કોલેજના દિવસોની છે.

આ તસ્વીર 1991માં આવેલી ફિલ્મ સાજનના સમયની છે, જેમાં એક સાથે સલમાન ખાન, માધુરી દીક્ષિત અને સંજય દત્ત દેખાઈ રહયા છે.

આ તસ્વીરમાં અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા પોતાની માતા જયા બચ્ચન સાથે ઉભેલા જોવા મળી રહયા છે. ધ્યાનથી જોશો તો ખબર પડશે કે આ તસ્વીરમાં સોનમ કપૂર,અર્જુન કપૂર અને તેની બહેન અંશુલા કપૂરને ઓળખી શકાશે.

કિશોર કુમારના ખૂબ જ રમૂજી અને રમતિયાળ સ્વભાવ વિશે તો બધા જ જાણે છે ત્યારે આ તસ્વીરમાં જુઓ કિશોર કુમાર ટેનિસ રમતા જોવા મળી રહયા છે.

આ તસ્વીરમાં જે નાની બાળકી પોતાના માતાપિતા સાથે બેસેલી દેખાઈ રહી છે એ બીજું કોઈ નહિ પણ દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી છે.

અમિતાભ બચ્ચન સાથે માધુરી દીક્ષિતની આ તસ્વીર ક્યારેક જ સામે આવે છે.

આ તસ્વીરને ધ્યાનથી જુઓ, તો પણ ખબર નહિ પડે કે આ તસ્વીરમાં જોન અબ્રાહમ છે, અને તે પિતાના પરિવાર સાથે છે.

આ તસ્વીરમાં કપૂર પરિવારની દીકરીઓ કરિશ્મા કપૂર અને કરીના કપૂર દેખાઈ રહી છે, જે આજે ખૂબ જ અલગ દેખાય છે.

આ તસ્વીરમાં જે બાળક છે એ બીજું કોઈ નહિ પણ દેશનો પ્રસિદ્ધ રેપર હની સિંહ છે, જે પોતાના બાળપણમાં એક સામાન્ય બાળક જેવો જ હતો.

બોલીવૂડના બે મોટા સિતારાઓ અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન પણ પહેલા સામાન્ય વ્યક્તિઓ જ હતું અને એક સમયે તેઓ આવા દેખાતા હતા.

અંદાઝ અપના અપના ફિલ્મમાં આમિર ખાન અને સલમાન ખાન સાથે જોવા મળ્યા હતા એ લોકોને ખૂબ જ હસાવ્યા હતા, પણ તેઓના એ સમયના આને આજના લૂકમાં ઘણો ફરક જોવા મળે છે.

આ તસ્વીરમાં બીજું કોઈ નહીં પણ અત્યારનો સ્ટાર રણબીર કપૂર તેના દાદા એક જમાનાના શોમેન ગણાતા રાજ કપૂરના ખોળામાં દેખાઈ રહ્યો છે.

આ તસ્વીરમાં દારા સિંહ તો ઓળખાઈ ગયા પણ સાથે જે છોકરો ઉભો છે એ બીજું કોઈ નહીં પણ અક્ષય કુમાર જ છે.

આ તસ્વીર બોલિવૂડની ટ્રેજીડી ક્વીન ગણાતી મીનાકુમારીની છે, જેમને ઓળખવા પણ મુશ્કેલ થઇ રહ્યું છે.

આ અજય દેવગને પોતાની યુવાનીના દિવસોમાં કરેલી પાર્ટીની તસ્વીર છે.

માધુરી દીક્ષિતના બાળપણની આ તસ્વીર છે, જે કદાચ જ તમે જોઈ હશે.

શાહરુખ ખાનના બાળપણની આ તસ્વીર છે, જેમાં જોઈને જ ખબર પડી જાય છે કે શાહરુખ બાળપણથી જ ગુડ લૂકિંગ છે.

અનિલ કપૂર તો પહેલા પણ આવા જ દેખાતા હતા જેવા આજે દેખાય છે.

રાજ કપૂર સાથે આ તસ્વીરમાં બીજું કોઈ નથી પણ કરિશ્મા કપૂર બેસેલી દેખાઈ રહી છે.

અક્ષય કુમાર આજે પણ ટ્વિન્કલને આ જ રીતે જુએ છે જે રીતે પહેલા જોતા હતા.

આ છે કરણ અર્જુન એક સાથે ડાન્સ કરતા, ભલે હવે શાહરુખ-સલમાન એક સાથે જોવા નથી મળતા પણ પહેલા સાથે કામ કરી ચુક્યા છે.

આ તસ્વીરને ધ્યાનથી જોશો તો સમજાશે કે આમાં કરિશ્મા કપૂર સાથે બીજું કોઈ નહિ પણ તેની નાની બહેન કરીના કપૂર જ છે.

આ તસ્વીરને જોઈને એવું ચોક્કસ લાગશે કે આને કશે જોઈ છે, પણ આ બીજું કોઈ નહિ કાજોલ છે.

આ તસ્વીરમાં એક સમયના સુપરસ્ટાર્સ એક સાથે જોવા મળી રહયા છે.

જે બાળક આ તસ્વીરમાં દેખાઈ રહ્યો છે એનું નામ જાવેદ જાફરી છે. નામ જાણ્યા પછી ઓળખાઈ ગયો ને!

તસ્વીરમાં ગોવિંદા તો ઓળખાઈ જાય એવા છે પણ સાથે જે યુવતી છે એ ફરાહ ખાન છે, જેને ઓળખવી મુશ્કેલ છે.

અજય દેવગણ સાથે છે એ કાજોલ નથી પણ સુસ્મિતા સેન છે. ન ઓળખી શક્યા ને! કારણ કે આજે સુસ્મિતા ખૂબ જ અલગ દેખાય છે.

ભલે ફિલ્મોમાં આપણને શાહરુખ ખાન અને ગોવિંદા સાથે જોવા ન મળ્યા હો, આ તસ્વીરમાં જોઈ લો!
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.