ખબર

હૈદરાબાદની પ્રિયંકાના આરોપીઓનું એન્કાઉન્ટર કર્યા બાદ હવે ઉન્નાવની રેપ પીડિતાને પણ મળ્યો આજે ન્યાય, વાંચો કોર્ટે આરોપીને શું સજા આપી

હૈદરાબાદમાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે થયેલા દુષ્કર્મ બાદ આરોપીઓને એન્કાઉંટરમાં ઠાર મારી દેવામાં આયા હતા. નિર્ભયા કેસના આરોપીઓને પણ ફાંસીની સજાની જોગવાઈ તો થઇ ગઈ છે પરંતુ કેટલાક કારણોના લીધે એ આરોપીઓની ફાંસીની તારીખ બદલાતી જઈ રહી છે ત્યારે આજે ઉન્નાવ કાંડની પીડિતાને ન્યાય મળ્યો છે.

Image Source

ઉન્નાવ રેપ કેસના આરોપી વિધાયક કુલદીપ સિંહ સેંગરને દિલ્હીની તીસ હજારી કોર્ટમાં આજે સજા ફરમાવવામાં આવી છે.  કોર્ટે કુલદીપ સિંહને અપહરણ અને બળત્કારમાં દોષી ગણાવ્યો હતો. સજા ઉપર ચર્ચા દરમિયાન સીબીઆઈએ કોર્ટ સામે વધારે સજા મળે તેવી માંગણી પણ કરી હતી.

Image Source

16 ડિસેમ્બરના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં કુલદીપ સિંહ સેંગરને ધારા 376 અને પોક્સોના સેક્શન 6 અનુસાર દોશી માન્યો હતો. જયારે 17 ડિસેમ્બરના રોજ સજા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે “તે સજા માટે કોઈ ઉતાવળ કરવા નથી માંગતા. ઉન્નાવ બળાત્કાર કાંડ જઘન્ય કાવતરા, હત્યા અને દુર્ઘટનાઓથી ભરેલો છે.”

Image Source

આજરોજ તીસ હજારી કોર્ટ દ્વારા પોતાનો નિર્ણય જાહેર કરતા આરોપી કુલદીપ સિંહ સેંગરને આજીવન કેદની સજા ફટકારી હતી. સાથે જ તેની ઉપર 25 લાખ રૂપિયા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે જયારે કુલદીપની સજાની જાહેરાત કરી ત્યારે કુલદીપ જજ સામે હાથ જોડીને ઉભો રહયો હતો.


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.