ખબર

કરૂણતા / ઉન્નાવમાં બળાત્કારીઓએ સળગાવી દીધેલી મહિલાનું દિલ્હીની હોસ્પિટલમાં નિધન

દેશમાં દરરોજ બળાત્કારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હાલમાં જ હૈદરાબાદમાં યુવતી પર બળાત્કાર કરીને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનાની શાહી હજુ સુધી સુકાઈ નથી ત્યાં ઉન્નાવમાં દુષ્કર્મની પીડિતાને જીવતી સળગાવી દેવામાં આવતા ગત રાતે તેને અંતિમ શ્વાસ લીધા હતા.

પીડિતા 95 ટકા સુધી દાઝી ચૂકી હતી: ડૉક્ટર

ઉન્નાવ પીડિતાનું ગત રાતે દિલ્લીની સફદરગંજ હોસ્પિટલમાં 11.40 કલાકે નિધન થયું હતું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, કાલ રાતે 8 વાગ્યે તેની હાલત અચાનક જ ખરાબ થઇ હતી. ડોકટરોની મહેનત પણ કામે લાગી ના હતી અને રાતે 11.40 કલાકે હાર્ટ એટેક આવતા નિધન થયું હતું.

Image Source

ડોક્ટરોએ જણવ્યું હતું કે, જયારે તે ભાનમાં હતી ત્યારે સતત એજ રટણ કરતી હતી કે મારે જીવવું છે, મારે નથી મરવું. મર્યા પહેલા પોલીસ અને તેના પરિવાર સામે ત તેને છેલ્લું નિવેદન આપ્યું હતું કે તે આરોપીને ફાંસી પર લટકેલા જોવા માંગે છે.

પીડીતાએ તેના ભાઈને કહ્યું હતું કે, હું મરવા નથી માંગતી. પીડીતાએ તેના ભાઈને કહ્યું હતું કે, તે ગુનેગારોને ના છોડે. આ બાદ તે કંઈ જ બોલી શકી ના હતી.

ઉન્નાવ દુષ્કર્મ પીડિતની મોત પછી પરિવાર આઘાતમાં છે. પિતાએ કહ્યું કે, પરિવારને એક પણ રૂપિયો નથી જોઈતો. બસ મારી દીકરીને ન્યાય મળવો જોઈએ. મોતનો બદલો માત્ર મોત હોવો જોઈએ. આરોપીઓ વાર કર્યા વગર ફાંસી આપવામાં આવે અથવા તેમને દોડાવીને ગોળી મારી દેવામાં આવે.

પીડિતાના મોત બાદ હાલ તો સમગ્ર પરિવાર આઘાતમાં ગરકાવ થઇ ગયો છે. પીડિતાની માતાએ એક મીડિયાનેર આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારી દીકરી સાથે એ લોકોએ કોઈ જ કસર નથી છોડી. અમારી દીકરીનો જીવ જતા અમારું તો બધું લૂંટાઈ ગયું છે, પરંતુ હવે અમારે જીવન બદલામાં જીવ જ જોઈએ છે.

Image Source

પીડિતાની બહેને કહ્યું હતું કે, મારી બહેન જ અમારા માટે સર્વસ્વ અને પરિવાર માટે પ્રેરણાદાયિક હતી. મારી બેનના મૃત્યુ બાદ અમે ચૂપ નહીં બેસીએ. મારી લડાઈ ત્યાં સુધી ચાલુ રહેશે જાય સુધી મારી બહેનન ન્યાય અને આરોપીને સજા નહીં મળે. હું મારી બહેનના હત્યારાને નહીં છોડું પછી ભલે મને પણ જીવતી સળગાવી દે.

આ ઘટનામાં પીડિતાએ જણાવ્યું હતું કે, તેના ઘર નજીક હતી ત્યારે હરિશંકર ત્રિવેદી, રામ કિશોર ત્રિવેદી, ઉમેશ બાજપાઈ, શિવમ ત્રિવેદી અને શુભમ ત્રિવેદીએ તેના પર હુમલો કરીને તેને પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. પીડિતાને સારવાર અર્થે લખનૌની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બાદમાં ગંભીર હાલતમાં તંત્રએ તેને એરલીફ્ટ કરી નવી દિલ્હી ખાતે સફદરજંગ હોસ્પિટલમાં ખસેડી હતી.

જણાવી દઈએ કે, ડિસેમ્બર 2018માં આ યુવતી પર શિવમ અને શુભમ ત્રિવેદીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતી ગુરુવારના રોજ કેસની સુનાવણી માટે રાયબરેલી કોર્ટ જઈ રહી હતી ત્યારે સવારે 4 વાગ્યે આ ઘટના ઘટી હતી.

આ મામલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લડવામાં આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.