ભારતને વર્લ્ડ કપ અપાવનાર આ ક્રિકેટરે કર્યા હતા ફિટનેસ એક્સપર્ટ સાથે ગુપચુપ લગ્ન, શેર કરી પત્ની સાથેની રોમેન્ટિક અને મસ્તી ભરેલી તસવીરો

ઉન્મુક્ત ચંદને દરેક વ્યક્તિ જાણે છે, જેણે પોતાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યું હતું. તે તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. તેણે વર્ષ 2021માં સિમરન ખોસલા સાથે લગ્ન કર્યા હતા. તેણે હાલમાં જ તેની પત્ની સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે. ઉન્મુક્ત ચંદની કેપ્ટન્સીમાં ભારતે 2012માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. ઉન્મુક્ત ચંદની પત્નીનું નામ સિમરન ખોસલા છે, ચાહકો તેને ‘ધાકડ ગર્લ’ તરીકે પણ ઓળખે છે.

ઉન્મુક્ત ચંદે હાલમાં જ સિમરન ખોસલા સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. 29 વર્ષીય ઉન્મુક્ત લાંબા સમયથી સિમરન સાથે રિલેશનશિપમાં હતો. જે બાદ વર્ષ 2021માં આખરે બંનેએ તેમના સંબંધને લગ્નના બંધનમાં બાંધવાનું નક્કી કર્યું. લગ્ન સમારોહમાં બંનેના કેટલાક નજીકના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી. લગ્નની તસવીરો પણ ઉન્મુક્તે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

જેમાં દુલ્હા અને દુલ્હન બંને પિંક કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા. ઉન્મુક્તની પત્ની સિમરન ખોસલાની વાત કરીએ તો, તેનો જન્મ 9 સપ્ટેમ્બર 1993ના રોજ થયો હતો. તે ઉન્મુક્ત ચંદ કરતાં માત્ર 5 મહિના અને 14 દિવસ નાની છે. ઉન્મુક્ત ચંદ અને સિમરન ખોસલાએ 21 નવેમ્બર 2021ના રોજ લગ્ન કર્યા હતા. બંનેએ નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. સિમરન ખોસલા વ્યવસાયે ફિટનેસ અને સ્પોર્ટ્સ ન્યુટ્રિશન કોચ છે. સિમરન ખોસલા પોતાનો બિઝનેસ કરે છે. તે ‘Buttlikeanapricot’ કંપનીની માલિક અને સ્થાપક છે.

સિમરન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ દ્વારા અન્ય લોકોને ફિટ રહેવા માટે પ્રેરિત કરતી રહે છે. સિમરન ફિટનેસ ફ્રીક છે. સિમરન ખોસલા એક જબરદસ્ત ડાન્સર પણ છે. તેણે ઘણા ગીતો પર ડાન્સ કરતી વખતે એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે.ઉન્મુક્ત ચંદની વાત કરીએ તો, તેણે ઓગસ્ટમાં ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

આ પછી તે નવી ક્રિકેટ કારકિર્દી શરૂ કરવા માટે અમેરિકા ગયો. ઉન્મુક્તે 2012 અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં અણનમ 111 રનની કેપ્ટનશીપની ઇનિંગ રમીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. તેણે ઈન્ડિયા Aની કેપ્ટનશિપ પણ કરી હતી, પરંતુ તેને ક્યારેય સિનિયર ટીમ માટે રમવાની તક મળી ન હતી. ઉન્મુક્ત ચંદે 2010માં દિલ્હીથી તેની સ્થાનિક કારકિર્દીની શરૂઆત કરી હતી. દિલ્હી માટે તેની 8 વર્ષની ક્રિકેટ સફર દરમિયાન તે ટીમનો કેપ્ટન પણ હતો.

બાદમાં તે ઉત્તરાખંડ માટે સ્થાનિક ક્રિકેટ પણ રમ્યો હતો. ઉન્મુક્ત ચંદે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ ભાગ લીધો હતો જ્યાં તેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક હતું. તે IPLની 21 મેચોમાં 15ની એવરેજથી માત્ર 300 રન બનાવી શક્યો હતો. ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, ઉન્મુક્ત અમેરિકન ક્રિકેટમાં ધમાકેદાર છે.

Shah Jina