જાણવા જેવું

રિસર્ચમાં થયો ખુલાસો,છોકરીઓ લગ્ન અને બાળકો વગર વધારે ખુશ રહે છે,જાણો કારણ…

મોટાભાગે લોકો આજે પણ છોકરીઓને જોઈને એ જ કહેવા લાગે છે કે તેને પારકા ઘરે જવાનું છે.જ્યા તેના નવા જીવનની શરૂઆત થાશે.ઘર-પરિવાર,બાળકો વગેરેમાં તે ખુબ જ ખુશ હોવાની સાથે સાથે પોતાની ઈચ્છાઓને પુરી કરે છે. પણ હાલમાં જ થયેલા એક રિસર્ચમાં એક બાબત સામે આવી છે.જેમાં એ જણાવામાં આવ્યું છે કે અવિવાહિત મહિલાઓ,વિવાહિત મહિલાઓ કરતા વધારે ખુશ રહે છે. રિસર્ચમાં અવિવાહિત મહિલાઓના ખુશ રહેવા પાછળના ઘણા કારણો જણાવામાં આવ્યા છે.

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ના પ્રોફેસર અને ‘હેપ્પી એવર આફ્ટર’ પુસ્તકના લેખક ‘પોલ ડોલન’એ આ વાતને સાબિત કરતા જણાવ્યું કે લગ્ન પુરુષો માટે તો ફાયદેમંદ હોય જ છે પણ મહિલાઓ માટે નહિ. માટે મહિલાઓએ લગ્ન માટે ચિંતિત થવું ન જોઈએ કેમ કે તેઓ પતિ વગર પણ ખુશ રહી શકે છે.

Image Source

રિસર્ચના આધારે વિવાહિત,અવિવાહિત,છૂટાછેડા થયેલી મહિલાઓ અને વિધવા મહિલાઓના સુખ-દુઃખના સ્તરોની તુલના કરવામાં આવી.જેમાં વિવાહિત મહિલાઓની તુલનામાં અવિવાહિત મહિલાઓના દુઃખ ઓછા હતા અને તેઓ વધારે ખુશ રહેતી હતી.

Image Source

શા માટે અવિવાહિત મહિલાઓ વધારે ખુશ રહે છે:

Image Source

પોલ ડોલન એક હેપ્પીનેસ એક્સપર્ટ છે અને તેમનું માનવું છે કે ઘર વસાવવાની ઈચ્છા વાસ્તવમાં આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જો કે તે પુરુષો માટે એકદમ અલગ છે, કેમ કે લગ્નથી તેઓને ફાયદો થાય છે. પણ મહિલાઓમાં લગ્નથી શારીરિક અને માનસિક સમસ્યાઓ આવવાનો ખતરો રહે છે જેને લીધે મહિલાઓનુ મૃત્યુ પણ જલ્દી થાવાની સંભાવના રહે છે.રિસર્ચમાં એ વાત સામે આવી છે કે સમય બદલવાની સાથે સાથે લોકોના વિચારો પણ બદલાઈ રહ્યા છે અને લગ્ન અને બાળકો આ બેજ વસ્તુ નથી જે મહિલાઓને ખુશ રાખી શકે.ડોલને એક બીજી વાત પણ કહી છે કે પુરી જનસંખ્યામાં સૌથી સ્વસ્થ અને સુખમય જે રહે છે તે એવી મહિલાઓ છે જેણે ક્યારેય લગ્ન નથી કર્યા અને તેઓના બાળકો ન હોય.

આવી રીતે કરે છે બંનેના જીવનમાં ફર્ક:

Image Source

એક વિવાહિત યુવતી હશે તો ન જાણે તેને કેટલી કેટલી પાબંધીઓ હશે, પોતાની ઈચ્છાઓને દબાવીને તે પરિવારની ખુશીમાં જ પોતાની ખુશીઓને શોધે છે.જયારે બીજી તરફ અવિવાહિત યુવતી પોતાની ઇચ્છાનુસાર જીવી શકે છે.તેને પોતાની રીતે જીવવાની પુરી સ્વતંત્રતા હોય છે.

લગ્ન કરવા મજબૂરી શા માટે?:

Image Source

સવાલ એ ઉદ્દભવે છે કે આજના યુવાઓને એવું શા માટે લાગે છે કે લગ્ન કરીને તેઓ ચિંતિત રહેશે. આવું વિચારનારાઓમાં યુવતીઓની સંખ્યા વધારે અને યુવકોની સંખ્યા ઓછી છે. કેમ કે આપણા સામાજિક રિવાજો જ એવા પ્રકારના છે કે જ્યાં માનવામાં આવે છે કે મહિલાઓએ માત્ર ઘરકામ સંભાળવાનું અને બાળકોને જન્મ આપવાનો હોય છે જયારે પુરુષોનું કામ પૈસા કમાવવાનું હોય છે. પણ સમયની સાથે સાથે મહિલાઓ અને પુરુષો બંનેના વ્યક્તિત્વ બદલવા લાગ્યા છે, પણ લોકોના વિચારો હજી સુધી બદલ્યા નથી.35 વર્ષની અવિવાહિત મહિલા આજે પણ લોકોના નજરમાં ખટકે છે. દીકરીને ભલે ભણાવી-ગણાવી દીધી હોય પણ તેની પતિના ઘરે વિદાઈ આપીને જ માતા-પીતાનો બોજ હલકો થાય છે.

Image Source

મહિલાઓ જ્યાં સુધી સમાજના બનાવેલા નિયમોના હિસાબે ચાલતી રહી ત્યાં સુધી તો બધું જ ઠીક હતું,તે પોતાના ઘરમાં ઢળી જાતિ હતી અને ખુશી ખુશી પોતાનું કામ કરતી હતી. પણ હવે જ્યારે મહિલાઓ ભણી-ગણીને આત્મનિર્ભર બની ગઈ છે અને પુરુષોની જેમ ઘર પણ ચલાવવા લાગી છે તો પણ તેની પાસેથી અપેક્ષાઓ નથી બદલાઈ. તેને ઘરની બહાર નીકળવાની અને આત્મનિર્ભર થાવાની આઝદી તો આપી દેવામાં આવી છે પણ ઘર સંભાળવાની અને બાળકોની જવાબદારી હજી સુધી પણ મહિલાની જ છે.લગ્ન કરીને ‘બે’ લોકો ‘અમે’ તો બની ગયા પણ લગ્ન પછીની જવાબદારીઓ તો પોત પોતાની જ રહી છે.માટે જ વિવાહિત મહિલા લગ્ન પછી ખુશ નથી રહેતી અને સ્ટ્રેસ,તણાવમાં જીવે છે.

Image Source

જો કે તેની તુલનામાં જે મહિલાઓ કામકાજી છે તે પણ વધારે ખુશ નથી તેની પણ સમસ્યાઓ કાંઈ ઓછી નથી.તેને આજે પણ ટોણા મારવામાં આવે છે કે આખો દિવસ ઘરમાં કરે છે શું?રસોઈમાં મીઠું કેમ વધારે છે?આખો દિવસ મોબાઈલમાં જ લાગી રહે છે,વગેરે…માત્ર કારણ એક જ છે જવાબદારીઓ પર દરેકના પોત-પોતાના વિચાર, અને પરિણામ વધતા જઈ રહેલા છૂટાછેડાનું પ્રમાણ.

Image Source

ડોલનના અનુસાર લોકોએ પોત પોતાના વિચારો બદલવાની જરૂર છે, લગ્નનો અર્થ ઘર માટે એક મેનેજર લાવવનો નથી પણ દરેક જવાબદારીઓને એકબીજા સાથે વહેંચવાનો અને હળીમળીને રહેવાનો છે.પતિએ એ સમજવાનું છે કે પત્નીઓની નાની-નાની ખુશીઓ પણ મહત્વ રાખે છે, જો આવું વાતાવરણ સર્જાઈ જાશે તો લગ્ન કરવા એક મજબૂરી નહિ પણ ખુશીઓનો ભંડાર બની જાશે.