મનોરંજન

આ છે બૉલીવુડના 8 ટોપ કરોડોપતિ સિતારા જે લગ્નની ઉંમર પાર કરી ચુક્યા છે, હજુ પણ છે કુંવારા

ફિલ્મોમાં પોતાના પ્રિય કલાકારોને આપણે એક્શનથી લઈને રોમાન્સ સુધી, દરેક રોલમાં જોઈએ છીએ. સ્ક્રીન પર આ સ્ટાર્સ પોતાના કિરદારને એટલી સારી રીતે નિભાવે છે કે આપણે એ વિચારવા મજબુર થઇ જઈએ છીએ કે આ કલાકારો પોતાના વ્યક્તિગત જીવનમાં પણ આવી રીતે જ જીવતા હશે. પ્રેમી-પ્રેમિકાનો કિરદાર હોય કે પછી પતી-પત્નીનો, દરેક કિરદારમાં આ સ્ટાર પોતાની એક્ટિંગથી દર્શકોના દિલોને જીતી લે છે. શું તમે જાણો છો કે, સ્ક્રીન પર એક બેસ્ટ પતિ કે પત્નીનો કિરદાર નિભાવનારા આ કિરદારો વાસ્તવમાં અવિવાહિત છે. આજે અમે તમને એવાજ અમુક બૉલીવુડ કલાકારો વિશે જણાવિશુ જેઓ આટલી ઉંમરે પણ કુંવારા છે.

Image Source

1. સલમાન ખાન:
બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન બોલીવુડના એક મહાન અને સફળ અભિનેતા છે. સલમાનના લગ્નનો વિષય પુરા દેશમાં એક ચર્ચાનો વિષય છે. સલમાનનું જો કે ઘણી અભિયનેત્રીઓ સાથે રિલેશન રહી ચૂક્યું છે પણ હજી સુધી કોઈ સાથે લગ્ન કર્યા નથી. હાલ સલમાન 50 વર્ષના થઇ ગયા છે, અને હવે તો લાગી રહ્યું છે કે તે કદાચ લગ્ન નહિ કરે.

Image Source

2.તબ્બુ:
તબ્બુ 90 ના દશકની શાનદાર અને બેસ્ટ અભિનેત્રીઓમાંની એક છે. તબ્બુએ પોતાની અદાકારીથી લોકોના દિલોમાં એક ખાસ જગ્યા બનાવી છે. આજે પણ તબ્બુ બોલીવુડમાં સક્રિય છે અને પોતાની દમદાર ઍક્ટિંગ દેખાડતી રહે છે. જો કે તબ્બુ ઘણા અભિનેતાઓ સાથે રિલેશનમાં રહી ચુકી છે પણ લગ્ન માટે નો નિર્ણય હજી સુધી નથી લીધો.હાલ તબ્બુની ઉંમર 47 વર્ષ છે છતાં પણ લગ્ન માટે તૈયાર નથી.

Image Source

3.અક્ષય ખન્ના:
અક્ષય ખન્ના એક જમાનાના ફેમસ અભિનેતા વિનોદ ખન્નાના દીકરા છે. અક્ષય ખન્ના પણ અવિવાહિત કલાકારોની લિસ્ટમાં આવે છે. અક્ષય ખન્નાએ બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યુ, પણ શરૂઆતની કામિયાબી પછી મોટાભાગની તેની ફિલ્મો ફ્લોપ જ રહી હતી. અક્ષય ખન્ના 43 વર્ષના થઇ ગયા છે, પણ હજી સુધી તેણે લગ્ન નથી કર્યા.

Image Source

4. અમિષા પટેલ:
ઋત્વિક રોશનની સાથે ફિલ્મ કહો ના પ્યાર હે થી ડેબ્યુ કરનારી અમિષા પટેલના લુક અને ફીટ્નેસને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કિલ છે, હાલ તેની ઉંમર 42 વર્ષની છે. ફિલ્મોમા કઈ ખાસ સફળતા ન મળવા છતાં પણ તેણે હજી સુધી લગ્ન નથી કર્યા. જો કે તેણે પોતાના લગ્નને લઈને કોઈ ખાસ મંતવ્ય પણ આપ્યું નથી.

Image Source

5.ઉદય ચોપરા:
ઉદય ચોપરા મહાન બૉલીવુડ ડાયરેક્ટર યશ ચોપરાના દીકરા છે. ઉદય ચોપરાને શરૂઆતના દિવસોમાં અમુક ફિલ્મોમાં સફળતા મળી, પણ પછી તેને ધીમે ધીમે કામ મળવાનું બંધ થઇ ગયું. જો કે ઉદય ચોપરાનું અમુક અભિનેત્રીઓ સાથે અફેયર પણ રહ્યું હતું, પણ કોઈ સાથે લગ્ન કર્યા નથી. ફિલ્મ ‘ધૂમ’ની સિરીઝમાં નજરમાં આવનારા ઉદયની ઉંમર 45 વર્ષ છે. ઉદય તે અભિનેતાઓમાંના એક છે જેને ફિલ્મી કેરિયરમાં કઈ ખાસ સાફકતા મળી નથી.

Image Source

6. એકતા કપૂર:
ટીવી સિરિયલથી લઈને ફિલ્મોમાં નિર્માતાના સ્વરૂપે ખાસ મુકામ મેળવનારી એકતા કપૂર એ પણ હજી સુધી લગ્ન નથી કર્યા, હાલ તેની ઉંમર 43 વર્ષની છે. સિનેમા જગતમાં સારું એવું નામ હોવા છતાં પણ એકતા કપૂર હજી સુધી અવિવાહિત છે.

Image Source

7.સંજય લીલા ભંસાલી:
બાજીરાવ મસ્તાની, રામલીલા અને પદ્માત જેવી શાનદાર ફિલ્મોના નિર્દેશનથી એક ખાસ મુકામ મેળવનારા નિર્દેશક સંજય લીલા ભંસાલી હાલ 55 વર્ષના થઇ ગયા છે. છતાં પણ તેણે લગ્ન નથી કર્યા.લાગે છે કે સંજય લીલાનો લગ્ન કરવાનો કોઈ જ વિચાર નથી.

Image Source

8.દિવ્યા દત્તા:
વીર ઝારા,ઈરાદા અને બદલાપૂર જેવી શાનદાર ફિલ્મોમાં સપોર્ટિંગ કલાકાર સ્વરૂપે દર્શકોનું દિલ જીતનારી અભિનેત્રી દિવ્યા દત્તા એ પણ હજી સુધી લગ્ન નથી કર્યા, હાલ તેની ઉંમર 40 વર્ષ છે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App