લગ્નની સુહાગરાત હજુ પણ બાકી છે આ 15 દિગ્ગજ સેલિબ્રિટીઓને, જુઓ કોણ કોણ કુંવારી અને વાંઢા રહી ગયા
બોલીવુડમાં એક વાર પ્રવેશ કર્યા બાદ કોઈ પોતને એકલું મહેસુસ કરતું નથી. અહીંયા એ લોકોને પણ અલગ દુનિયા છે.પરંતુ આ ગ્લેમરની દુનિયામાં આજે પણ ઘણા બોલીવુડના સ્ટાર્સ એકલા જ જિંદગી જીવી રહ્યા છે.
હા બિલકુલ સાચું આપણે એવા લોકોની વાત કરીશું કે જે ફિલ્મ સ્ટાર્સ હજુ સુધી લગ્ન નથી કર્યા। જેમાં ટીવી કવીન એકતા કપૂરનું નામ પણ છે.
સલમાન ખાન
સલમાન ખાનના લગ્નનો ઇન્તજાર તો દેશના બધા જ નવજવાનો કરે છે. સલમાનને 53 વર્ષ થયા ગયો હોય હજુ સુધી લગ્નનનો કોઈ જ અતોપતો નથી. આજે સલમાન બોલીવુડના ટોપના સુપર સ્ટાર છે. અને બોલીવુડની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સલમાન જેવા કલાકારોથી જ મશહૂર છે.સલમાને એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે,’તેને હવે લગ્ન પરથી ભરોષો ઉઠી ગયો છે.’

નગ્મા
1990થી બોલીવુડમાં એન્ટ્રી કરનારી નગ્માએ હજુ સુધી લગન નથી કર્યા। નગ્માની ઉંમર 44 વર્ષ છે. નગ્માએ બૉલીવુડ સિવાય તમિલ,તેલગુ,કન્નડ,બંગાળી, ભોજપુરી અને પંજાબી ફિલ્મમાં કામ કરી ચુકી છે.

એકતા કપૂર
ટીવી સિરિયલની કવીન અને એક્ટર તુષાર કપૂરની બેન એકતા કપૂરએ પણ હજુ સુધીલગ્ન નથી કર્યા।43 વર્ષીય એકતા ફિલ્મથવધુ સિરિયલ અને વેબસીરીઝમાં કામ કરે છે. ગત 7 તારીખે તેણીએ 44મોં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.એકતા હાલમાં જ સરોગેસીથી માતા બની છે.

તબ્બુ
ફિલ્મ વિજયપથથી બોલીવુડમાં પગ મૂકનારી તબ્બુની ઉંમર 47 વર્ષ છે.હજુ સુધી કોઈજ પ્લાન નથી બનાવ્યો। જણાવી દઈએકે, ફિલ્મી દુનિયામાં અત્યાર સુધી 20થી વધુ ફિલ્મ કરી ચુકી છે.તેમાં પણ કખાસ વાત એ છે કે, તેની પહેલી ફિલ્મ ‘વિજયપથ'(1994)માં આવી હતી જે અજય દેવગણ સાથે હતી. અને હાલમાં જ આવેલી ફિલ્મ ગોલમાલ અગેન પણ અજય દેવગણ સાથે છે.

કરણ જોહર
47 વર્ષીય દિગ્ગ્જ ફિલ્મ મેકર કર્ણ જોહર હજુ સુધી સિંગલ જિંદગી જ જીવી રહ્યો છે. કરણ જોહરને ટ્વીન્કલ ખન્ના પસંદ હતી. તેઓએ ટ્વીન્કલ ખન્નાને ઓફર પણ કરી હતી.પરંતુ ટ્વિન્કલે કરણના આ પ્રેમને ઠુકરાવી દીધો હતો.કરણ આજે પણ ફિલ્મ મેકરના ટોપ પર જ છે.અને બોલીવુડમાં ડાયરેક્ટરની રેસમાં સૌથી ટોપ પર છે.

સુસ્મિતા સેન
મિસ યુનિવર્સ સુષ્મિતા સેનાની ખુબસુરતીના દીવાના હર કોઈ છે. પરંતુ હજુ સુધી સુષ્મિતા સેને કોઈ સાથે લગન નથી કર્યા। સુસ્મિતાએ ઘણી હિટ ફિલ્મ આપી છે.જેમાં બીવી નંબર 1,મૈ હું ના, ક્યોંકિ મેં જૂઠ નહિ બોલતા જેવી ફિલ્મો શામિલ છે. જણાવી દઈએ કે 43 વર્ષીય સુસ્મિતા સેનનું નામપાકિસ્તાની ક્રિક્રેટર વસીમ અક્રમ સાથે પણ જોડાયું હતું। હાલમાં તે તેના કાશ્મીરી બોયફ્રેન્ડ રોમલ શોલ સાથે ચર્ચામાં છે.
મનીષ મલ્હોત્રા
બોલીવુડના ટોપ કોસ્યુમ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા 52 વર્ષની ઉંમરે લગ્નથી બચી રહ્યા છે.સુપર હિટ ફિલ્મ મહોબ્બતેમાં શાહરુખ ખાનના કોસ્યુમ ડિઝાઇન કર્યું હતા.તે ખુબ હિટ રહ્યા હતા.

અમિષા પટેલ
ફિલ્મ કહોના પ્યાર હૈ અને ગદ્દર જેવી બ્લોક બસ્ટર ફિલ્મથી ધૂમ મચાવનારી એક્ટ્ર્રેસ અમિષા પટેલ હજુ સુધી કુંવારી છે. આજકાલ સોશિયલ મીડિયામાં બોલ્ડ ફોટોને લઈને ટ્રોલ ઠરી રહેતી હોય છે. 42 વર્ષીય અમિષા હજુ પણ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા રાખે છે.

સંજય લીલા ભણસાલી
‘ગોળીયો કી રાસ લીલા રામલીલા’, ‘ બાજીરાવ મસ્તાની’અને ‘પદ્માવત’જેવી સુપરહિટ ફિલ્મની નિર્દશન કરનાર સંજય લીલા ભણસાલીએ પણ હજુ સુધી લગ્ન ગ્રંથિથી જોડાયા નથી. 56 વર્ષીય સંજય લીલા ભણસાલી ડાયરેક્ટરના લિસ્ટમાં ટોપ પર છે.
જોયા અખ્તર
મશહૂર ગીતકાર જાવેદ અખ્તર અને એક્ટર ફરહાન અખ્તરની બહેન જોયા અખ્તરના હાથ પણ હજુ સુધી પીળા નથી થયા. તેઈ ઉંમર પણ 46 વર્ષ છે।

સાજીદ ખાન
48 વર્ષીય ફિલ્મ મેકર સાજીદ ખાન આજે પણ સિંગલ છે.સાજીદ ખાને ફિલ્મ હાઉસફુલની3 સિરીઝ ડાયરેક્ટ કરી છે. તેઓએ જ ફિલ્મ હિંમતવાલા ડાયરેક્ટ કરી હતી.જે બહુજ મોટી ફ્લોપ સાબિત થાય હતી.સાજીદ કોમેડી ફિલ્મ માટે જાણીતો છે.

અક્ષય ખન્ના
એકત્ર વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્ના પણ હજુ સુધુ લગ્ન કરીને ઠરી ઠામ નથી થયો. તેની ઉંમર 44 વર્ષ છે. અક્ષય આજે ફિલ્મોમાં નેગેટિવ અને સપોર્ટિવ રોલમાં નજરે આવે છે. છેલ્લે તે ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં એક પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના મીડિયા સલાહકાર સંજય બારુના પાત્રમાં દેખાયો હતો.

ઉદય ચોપડા
યશ ચોપડાના નાના દીકરા ઉદય ચોપડા હજુ સુધી કોઈ છોકરીને તેની જીવનસાથી તરીકે પસંદ નથી કરી। તેની ઉંમર પણ 46 વર્ષ છે.

અભય દેઓલ
એકટર ધર્મેન્દ્રના ભત્રીજા અભય દેઓલ ખુબજ ઓછી ફિલ્મમાં નજરે આવે છે.પરંતુ તેના એક્ટિંગની તારીફ હંમેશા કરવામાં આવે છે. અભયની ઉંમર 43 વર્ષ છે અને હજુ સુધી પણ સિંગલ છે.

રણદીપ હુડ્ડા
42 વર્ષીય રણબીર હુડ્ડાએ છેલ્લે ‘સરબજીત’માં કામ કર્યું હતું। રણબીર હુડ્ડાની લાઈફમાં હજુ સુધી કોઈ જ છોકરી નથી આવી. તે આજે પણ સિંગલ છે.રણદીપ હુડ્ડા બહુજ જલ્દી મુંબઈ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની બાયોપિકમાં નજરે આવશે.
કંગના રનૌત
બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. એક કાર્યક્રમમાં કંગનાએ ઘણા મુદ્દા પર વાતચીત કરી હતી. કંગનાએ ઘણા સવાલોના મજેદાર જવાબ આપ્યા હતા. કંગનાએ તેની પહેલી રિલેશનશિપને લઈને કહ્યું હતું કે,
તેની પહેલી રિલેશનશિપ 17-18 વર્ષની ઉંમરમાં થઇ હતી.આ દરમિયાન કંગનાને બીજો એકસવાલ પૂછવામાં આવ્યો હતો તેનો જવાબ તેને મજેદાર આપ્યો હતો.કંગનાએ પૂછવામાં આવ્યું હતું કે,
તે એક દિવસ સવારે પીએમ નરેન્દ્ર મોદી બની ઉઠી તો પહેલી ચીજ શું કરશે ? કંગનાએ આનો જવાબ આપતા જણાવ્યું હતું કે, તે પીએમ મોદીને ખાસ અપીલ કરશે. કંગનાએ કહ્યું કે, મારુ એક નાનું અને મામૂલી કામ છે, મને માફ કરી દો પરંતુ હું મારી અંગત ફેવર માટે કહું છું.
કંગનાએ કહ્યું હતું કે, ચંદીગઢથી મનાલીનો રસ્તો બહુજ લાંબો છે. ત્યાં કોઈ સારું એરપોર્ટ પણ નથી. જો હું એક દિવસ માટે પ્રધાનમંત્રી બનું તો હું એટલું ચોક્કસ પણ કહી શકીશ કે, કુલ્લુમાં આએક સારું એરપોર્ટ બનાવવામાં આવે.
Yami
યામી ગૌતમે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત આયુષ્માન ખુરાનાની સાથે ફિલ્મ ‘વિક્કી ડોનર’ દ્વારા કરી હતી. જેના પછી તે કાબિલ, સનમ રે, બદલાપૂર, બત્તી ગુલ મીટર ચાલુ, ઉરી જેવી ફિલ્મો કર્યા પછી તે બોલીવુડની ટોપ અભિનેત્રીઓની લિસ્ટમાં શામિલ થઇ ગઈ.
યામી ગૌતમ પ્રાકૃતિક રૂપે જ એટલી સુંદર છે એ તેને બીજી અભિનેત્રીઓની જેમ ભારે મેકઅપની જરૂર પણ નથી પડતી.
એક્ટ્રેસ યામી ગૌતમે પોતાની કરિયરમાં વિકી ડોનર, કાબિલ અને ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક જેવી હિટ ફિલ્મોમાં રોલ નિભાવ્યો છે. યામીનું માનવું છે કે બોલિવૂડમાં આપબળે સક્સેસ મેળવવાનું ઇઝી નથી. યામીએ આઇએએનએસ સાથેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ”મને ખબર છે કે એક એક્ટ્રેસ તરીકે મારો વિકાસ થયો છે.
મેં મારી કરિયરમાં વિકી ડોનર, કાબિલ તેમજ ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. મારા માટે બદલાપુર અને સરકાર જેવી ફિલ્મોમાં પણ ખાસ છે. સરકાર હિટ નહોતી પણ એ મારા માટે ખાસ રહેશે કારણ કે એમાં અમિતાભ બચ્ચન હતા. બાલા પણ મારા માટે બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે.”