ખબર

ધાર્મિક સ્થળોને લઈને CM રૂપાણીની મોટી જાહેરાત, સોમવારથી ખૂલશે પણ પરવાનગી નહીં મળે જાણો જલ્દી

ગુજરાતમાં 8 જૂનથી મંદિરો, મસ્જિદો અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થળો ખુલ્લા મુકાશે, જે અંગે રાજ્યના ધાર્મિક સ્થાનોના વડાઓ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતનાં પ્રસિદ્ધ મંદિરોના વડાઓ, મહંતો, સંચાલકો સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. આ બેઠકમાં મસ્જિદો અને ચર્ચોના વડાઓ, ઈમામ સાહેબ અને ખ્રિસ્તી સાદરીઓ પણ જોડાયા.

ગુજરાતમાં શરતો સાથે મોલ્સ, હોટલ રેસ્ટોરન્ટ અને મંદિરો સહિતના ધાર્મિક સ્થાનો ખુલી રહયા છે પણ સરકારે નક્કી કરેલી ગાઇડલાઇન મુજબ આ બધું જ ખુલશે. એટલે કે મંદિરોમાં દર્શન કરવા જવાશે પણ કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

Image Source

મંદિરો અને ધાર્મિક સ્થળો ખુલી તો રહયા છે પણ ભક્તોને દૂરથી જ દર્શન કરવા મળશે. એટલે કે શ્રધ્ધાળુઓ ભગવાનને સ્પર્શ કરી નહીં શકે અને ભક્તો પ્રસાદ કે ચરણામૃત પણ નહીં લઈ શકે. સાથે જ પૂજા કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું પડશે એટલે કે 6 ફૂટનું અંતર રાખવું પડશે.

મંદિરની બહાર લાઈનમાં ઉભા રહેતી વખતે પણ બે વ્યક્તિ વચ્ચે ચોક્કસ અંતર રાખવું પડશે. ફિજીકલ કે ઓનલાઇન ટોકન મેળવીને દર્શન કરવા પડશે. તમે સીધા મંદિરમાં જઈ શકશો નહીં. મંદિરમાં માસ્ક પહેરીને જ જવું પડશે. સાથે જ ભક્તોને મંદિરમાં કોઈ વસ્તુને અડવા દેવામાં આવશે નહિ.

Image Source

ધાર્મિક સ્થળોમાં પ્રવેશદ્વાર નજીક જ સેનેટાઈઝર રાખવું પડશે. ભાવિકો ઘંટ વગાડી નહીં શકે અને ધાર્મિક ગ્રંથને સ્પર્શ પણ નહીં કરી શકે. બુટ, ચપ્પલ પણ ગાડીમાં જ રાખવા પડશે. લોકોને ધાર્મિક સ્થળ છ ફૂટનું અંતર, મોઢા પર માસ્ક, સેનિટાઈઝેશન અને થર્મલ સ્ક્રિનિંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

સાથે જ એવું નક્કી કરવામાં આવ્યું છે કે મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં જૂન અને જુલાઇ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી આપવામાં આવશે નહીં.

Image Source

સાથે જ આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પણ આ વખતે વધુ લોકોને પરવાનગી નહિ આપવામાં આવે. ગઈકાલે જળયાત્રા બાદ હવે મામેરાના દર્શન પણ સાદગીપૂર્વક યોજવાની શક્યતા છે. આ વર્ષે સમગ્ર સરસપુરવાસીઓ ભગવાનનું મામેરું કરશે. આ વખતે મામેરામાં યજમાન નહિ હોય. એટલે કે મંદિરોમાં ભક્તોની ભીડના બદલે આ વર્ષે કોરોના વાયરસની બીમારીને કારણે સન્નાટો જોવા મળશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.