ખબર

ગુજરાતમાં આવી ગઈ અનલોક- 4ની નવી ગાઇડલાઇન, જાણો શું શું ખુલ્યું ? અને શું રહેશે હજુ પણ બંધ ?

દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, ત્યારબાદ લોકડાઉનમાં છૂટછાટ આપવા માટે અનલોક કરવામાં આવ્યું હતું. હાલ અનલોકનો ચોથો તબક્કો એટલે કે અનલોક-4 આવી ગયું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ અનલોક-4ને લઈને નવી ગાઈડ લાઈન રજૂ કરવામાં આવી છે.

Image Source

નવી ગાઇડલાઇન પ્રમાણે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેંદ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ પ્રમાણેની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે.

Image Source

અનલોક-4ની અંદર હોટેલો હવે 10 વાગ્યાંની બદલે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, સાથે જ પબ્લિક ગાર્ડન અને ધાર્મિક સ્થળો પણ સંપર્ણ ખુલ્લા આખી શકાશે.

Image Source

નવી ગાઈડલાઇનમાં લારી-ગલ્લા વાળાઓ અને શેરી ફેરિયાઓ ઉપર પણ કોઈ પ્રતિબંધ રહેશે નહિ. તેમજ બસ અને કેબ સેવાને પણ 50 ટકા કેપિસિટી સાથે મંજૂરી આપવામાં આવી છે. દુકાનદારો માટે પણ હવે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવાને બદલે 24 કલાકની છૂટ આપવામાં આવી છે. અનલોક-4માં હજુ પણ શાળાઓ ખુલવાના કોઈ સંકેત આપવામાં નથી આવ્યા. શૈક્ષણિક કાર્ય હજુ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.