ખબર

આટલા વાગ્યા સુધી હવે દુકાનો, હોટલ અને રેસ્ટોરન્ટ રહેશે ખુલ્લા, જાણો કેટલા સમય સુધી મળી કર્ફ્યુમાં છૂટ?

દેશભરમાં કોરોના વાયરાસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ થોડી રાહત આપવામાં આવી જેને અનલોક 1 નામ આપવામાં આવ્યું, જેની અંદર ઘણા બધા એકમોને મોટી છૂટછાટ આપવામાં આવી હતી, હવે અનલોક-2 પણ 1 જુલાઈથી લાગુ થવાનું છે ત્યારે અનલોક-2માં કેટલીક વધારે છૂટછાટ આપવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

Image Source

ગુજરાતના મુખ્યમન્ત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા અનલોક-2 અંતર્ગત આવતી કાળ એટલે કે 1 જુલાઈ અને બુધવારથી સમગ્ર ગુજરાતની અંદર દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટેલ અને રેસ્ટોરન્ટને પણ રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખીયુ શકાશે તેવો નિર્ણય પણ મુખામઁત્રી ધ્વરા કરવામાં આવ્યો છે.

Image Source

વિજય રૂપાણીએ એમ પણ જણાવ્યું કે : “ભારત સરકારના દિશા નિર્દેશ અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહશે.” ભારત સરકાર દ્વારા 1 જુલાઈથી અનલોક 2 અંતર્ગત જે નવા દિશા નિર્દેશ કરવામાં આપેલા હતા તે મુજબ ગુજરાત સરકાર દ્વારા પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુકાનો અને હોટેલ તેમજ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે.

Image Source

શાળા કોલેજો 31 જુલાઈ સુધી બંધ રાખવાણી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ દુકાનો ઉપર 5થી વધારે લોકો ઉભા રહેવા માટેની પણ છૂટ આપવામાં આવી છે. સાથે માસ્ક સહિતના નિયમોનું પાલન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.